
ગર્ભ ના રહેવાના 40 ટકા કેસમાં એન્ડ્રોમેટ્રિયોસિસ કારણ,
ગર્ભ ના રહેવાના 40 ટકા કેસમાં એન્ડ્રોમેટ્રિયોસિસ કારણ,
પૂરતો આહાર અને સારી આદાતો દ્રારા બચો આ બીમારીથી…
એન્ડ્રોમેટ્રિયોસિસ, એ ગર્ભશાય સાથે જોડાયેલી એક બીમારી છે. જેમા ગર્ભાશયની આંતરીક પરત બનાવનાર એન્ડ્રોમેટ્રિયલ ઉત્તકમાં અસામાન્ય રીતે વધે છે. જે ગર્ભાશયની બહારના અન્ય અંગોમાં પણ ફેલાવા લાગે છે. સામાન્ય રીતે આ બીમારી શરીરમાં ગમે ત્યાં થઇ શકે છે. પરંતુ મુખ્ય રીતે અંડાશયો, ફેલોપિયન નળીઓમાં થાય છે. એનસીઆરઆઇ ની એક રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ 40 ટકા મહિલાઓમાં ગર્ભના રહેવા પાછળનું મુખ્ય કારણ આ બીમારી છે. આ બીમારીના આવેરનેસ માટે માર્ચમાં એન્ડ્રોમેટ્રિયોસિસ વીક તરીકે મનાવવામાં આવે છે. આ અંગે કોટાના ગાઇનેકોલોજીસ્ટ ડો. મેઘા શર્મા વધુંમાં માહિતી આપી રહ્યાં છે.
- ઓછી ઉંમરમાં ફેલાતી બીમારી…
સામાન્ય રીતે એન્ડ્રોમેટ્રિયોસિસ નામની બીમારી 18થી 35 વર્ષની ઉમરમા થતી હોય છે. આ ઉંમરને પ્રજનન કાળનો સમય પણ કહેવામાં આવે છે. એન્ડ્રોમેટ્રિયોસિસથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં વધારે સમસ્યાઓ નડે છે. જેનાથી ફેલોપિયન નળીઓ અને અંડાશય પર પણ અસર થાય છે, જે મહિલાઓના પિરિયડ્સના સમય દરમિયાન વધારે પ્રમાણમાં બ્લિડિંગ અને પેઇનની સમસ્યાનું પણ કારણ બની શકે છે. આ સાથે અન્ય બીજી તકલીફોનો પણ સામનો કરવો પડે છે.
- સંભવિત લક્ષણો…
આ સમસ્યા મોટા ભાગે પિરિયડ્સના સમયે વધારે થાય છે. જેમાં વધારે પ્રમાણમાં બ્લિડિંગ થાય છે. પિરિયડ્સમાં વચ્ચે વચ્ચે સ્પોટિંગની સમસ્યા થવી, ગર્ભ ના રહેવો, માસિક દરમિયાન પેટની નીચેના તથા કમરના ભાગમાં ખૂબ જ પેઇન થવું, યુરિન તથા સ્ટુલ પાસ કરતા સમયે ખૂબ જ દુખાવો થવો તથા બેચેની જેવી સમસ્યાઓ થાય છે. થાક લાગવો, કબજિયાત થઇ જવી, સોજા આવી જવા જેવા લક્ષણો પિરિયડ્સના સમયે મહિલાઓને વધારે મુશ્કેલીઓમાં મુકે છે.

- ખરાબ જીવનશૈલીને કારણે 48 ટકા વધારે નુક્સાન…
એક રિપોર્ટ અનુસાર જે મિહલાઓને વધારે ટ્રાન્સ ફૈટ એટલે કે ( જે તેલને વારંવાર ગરમ કરીને તેમાં સમોસા, કચોરી, ચીપ્સ તળવામાં આવતા ખાદ્ય ખોરાકો) ખાવાની આદત હોય છે તેમને ટ્રાન્સ ફૈટ વાળા પદાર્થ ના ખાવાની તુલનામાં 48 ટકા વધારે આ બીમારી થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત શરાબ, સિગરેટ અને કેફીન પદાર્થો વધારે લેવાથી પણ આ સમસ્યા થઇ શકે છે. વધારે પ્રમાણમાં સોડા પીવાથી એન્ડોમેટ્રિયોસિસ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રેડ મીટ ખવાથી પણ આ રોગ થવાની શક્યતાઓ છે.
- હેલ્ધી ડાયટ તથા એક્સેસાઇસ કરવી જરૂરી…
ઘણા રિસર્ચમાં સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે એન્ડોમેટ્રિયોસિસ અને ડાયટ વચ્ચે સીધો સંબંધ છે. જે મહિલાઓ ફ્રુટ, શાકાભાજી વધારે પ્રમાણમાં લે છે તેમનામાં આ બીમાંરી થવાની શક્યતા નહિવત કરતા પણ ઓછી છે. મહિલાઓએ ફ્રૂટ તથા શાકભાજી અને ખાસ કરીને સલાડ વધારે પ્રમાણમાં જ લેવું જોઇએ. જે મહિલાઓ ડાયટમાં ઓમેગા થ્રી ફૈટ એસિડ વાળું ડાયટ જેવું કે અળસી અને તકમરીયાના બીજ, અખરોટ, સોયાબીન વગેરે લે છે તેઓમાં આ બીમારીનું જોખમ 22 ટકા ઓછું થઇ જાય છે. આ ઉપરાંત રેગ્યુલર એક્સેસાઇઝ પણ આ બીમારીને રોકે છે. આ સાથે પાણી પણ વધું માત્રામાં પીવું જોઇએ.
- જાતે ડોક્ટર ના બનો અને દુખાવો સહન ના કરો…
મોટા ભાગે જોવમાં આવે છે કે મહિલાઓને દુખાવો થાય છે તો તે શરમને કારણે પરિવારમાં વાત નથી કરતી અને ડોક્ટર પાસે જવાનું ટાળતી હોય છે. જેના કારણે આ બીમારી વધારે ગંભીર બની જાય છે. જ્યારે કેટલીક વાર વધારે પ્રમાણમાં પેઇન થતા પેઇનક્યુલર ખાઇને પણ ચલાવી લે છે. વધારે પ્રમાણમાં પેઇન ક્યુલર ખાવાથી કિડની પર અસર કરે છે. આ માટે જો તમને આવી કોઇ તકલીફ દેખાય તો તરત જ સ્ત્રી રોગના નિષ્ણાતની સલાહ લેવી જોઇએ.