
ગીફ્ટ આપવાની કળા… દરેક પ્રસંગને અનુરૂપ યોગ્ય ગીફ્ટ કેવી રીતે સિલેક્ટ કરશો
ગીફ્ટ આપવી પણ એક કળા છે, પરંતુ દરેક પ્રસંગને અનુરૂપ એક પરફેક્ટ ગીફ્ટનું સિલેક્શન કરવું એ પણ થોડું મુશ્કેલ કામ હોય છે. બર્થડે હોય, લગ્ન હોય, કે પછી અન્ય કોઇ ફેસ્ટિવલ. જ્યારે તમે કોઇ વ્યક્તિ માટે ગીફ્ટ પસંદ કરો છો ત્યારે તમારા તે વ્યક્તિ સાથે કેવા સંબંધો છે તે પણ તે ગીફ્ટના માધ્યમથી ખબર પડે છે. દરેક ફેસ્ટિવલ પ્રમાણે કેવા પ્રકારની ભેટનું સિલેક્શન કરવું તેના માટે અહિંયા કેટલાક આઇડિયા આપવામાં આવ્યા છે.
જે વ્યક્તિને ગીફ્ટ આપવાની હોય છે તેના શોખ અને તેને કઇ વસ્તુઓમાં વધારે રૂચિ છે તે અંગે વિચારો. જે તે વ્યક્તિ તેના ફ્રી ટાઇમમાં શું કરવાનું પસંદ કરે છે અથવા તે કઇ એવી વસ્તું અંગે વધારે જનૂની છે. તેની રૂચી તમને તેની પસંદ ના પસંદ અંગે ખ્યાલ આપશે અને ગીફ્ટ સિલેક્ટ કરવામાં તમને આ બાબત મદદરૂપ થઇ શકે છે.
પ્રસંગ વિશે વિચારો- અલગ – અલગ પ્રસંગ પ્રમાણે વિવિધ પ્રકારની ગીફ્ટ આપવાનો રિવાજ હોય છે. જેમ કે બર્થડે હોય તો વ્યક્તિની ભાવના ધ્યાનમાં રાખવામાં આવે છે, જ્યારે લગ્નની ગીફ્ટમાં વ્યવહારને વધું મહત્વ આપતી ગીફ્ટ આપવામાં આવે છે.
ગીફ્ટને વ્યક્તિગત કરો. વ્યક્તિગત ભેટ બતાવે છે કે તમે જે વ્યક્તિને ગીફ્ટ આપી રહ્યાં છો તેના વિશે સમજી વિચારીને આ ગીફટ પસંદ કરી છે. આ ગીફ્ટ સાથે તમે એક સુંદર મેસેજ પણ તેને આપી શકો છો, તેનું નામ કોતરણી કરાવી શકો છો અથવા ગીફ્ટને અન્ય કોઇ નવા આઇડીયા સાથે કસ્ટમાઇઝ કરી શકો છો.
પેકિંગ પર ધ્યાન આપો. જે રીતે તમે ઉપહાર આપો છો, તે ઉપહાર જેટલું જ મહત્વનું તેનું પેકિંગ પણ હોય છે. ગીફ્ટ પેપરને પ્રાધાન્ય આપો વધારે સારુ દેખાય તેના માટે ગીફ્ટ બોક્સ પર વધારે ઇન્વેસ્ટ કરો. આ સાથે આકર્ષક લાગે તે માટે રીબન અથવા બો નો પણ ઉપયોગ કરી શકાય છે.
ગીફ્ટ સાથે અનુભવ આપો. કેટલીક વાર સારી ગીફ્ટ એક યાદ જેવી હોય છે. જેમ કે સંગીત કાર્યક્રમની ટિકિટ, કુકિંગ ક્લાસ અથવા વીકએન્ડ હોલીડે ટ્રીપ પ્લાનિંગ વગેરે. જેનાથી તમે જે વ્યક્તિને ભેટ આપવા માંગો છો તેને ખ્યાલ આવશે કે તમે તેની સાથે સમય વિતાવવા માંગો છો અને એક સારી મેમરી ક્રિએટ કરવા માંગો છો.
એક વિચારશીલ અને અર્થપૂર્ણ ભેટ આપો. જ્યારે સંબંધ નજીકના હોય ત્યારે તમારી લાગણી વ્યક્ત કરવી પણ જરૂરી હોય છે. જ્વેલરી કે પછી ફોટો આલ્બમ આપી શકો છો. જેના દ્વારા તે વ્યક્તિ પ્રત્યે તમને કેટલી લાગણી અને પ્રેમ છે તે વ્યક્તિગત રીતે પ્રગટ કરી શકાય છે.
અંતમાં કોઇ પણ વ્યક્તિ માટે એક સારી ગીફ્ટ સિલેક્ટ કરવા માટે વિચાર, વિચારણા અને સર્જનાત્મકની જરૂરિયાત હોય છે. ભેટ લેનારની રૂચિ અને પ્રસંગને ધ્યાનમાં લઇને ગીફ્ટનું સિલેક્શન કરવામાં આવે, તો તે વ્યક્તિ પણ તમારી લાગણી અને કાળજીને સમજી શકશે.
