Skip links

ચમકતી ત્વચા માટે પાંચ પરંપરાગ ગુજરાતી બ્યુટી ટીપ્સ

ગુજરાત ભારતનું એક એવુ રાજ્ય છે જે સમૃદ્ધિ અને પરંપારઓનો ખજાનો ધરાવે છે. ગુજરાતી ઘરોમાં  પેઢીઓથી મહિલાઓ પાસે અનેક પ્રકારના સૌદર્ય રહસ્ય રહેલા છે.  મોઘા પ્રોડ્ક્ટનો ઉપયોગ કર્યા વગર જ મહિલાઓને ચમકદાર ત્વચા પ્રાપ્ત કરવામાં મદદ રૂપ થાય છે. ચમકતી ત્વચા માટે અહિયા પાંચ પરંપરાગત ગુજરાતી બ્યુટી સિક્રેટ્સ અંગે વાત કરવામાં આવી છે. 

બેસન અને હલ્દી ફેસ પેક – આ પેસ્ટ બનાવવા માટે બેસન ( ચણાને લોટ) અને હળદરને દૂધ અથવા ગુલાબ જળ સાથે મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 15થી 20 મિનિટ સુધી તેને રહેવા દો. ત્યાર બાદ તેને હુફાળા પાણીથી ધોઇ નાખો. આ ફેસ પેક ત્વચાને ચમકદાર અને એક્સફોલિએટ કરવામાં મદદ કરશે. 

નારિયળના તેલથી વાળની માલિશ- ગરમ નારિયેળના તેલને માથાના વાળની માલિશ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. માલિશ કર્યા બાદ તેને એક કલાક સુધી રહેવા દો અને ત્યાર બાદ તેને શેમ્પુ થી ધોઈ નાખો. જે વાળને પોષણ અને મોઇશ્ચુરાઇઝ કરવામાં મદદ કરે છે. 

હલ્દી વાળુ દૂધ – ગુજરાતમાં હળદર વાળું દૂધ એક લોકપ્રિય પિણુ છે. જે  તમારી ત્વચાની રચાના સુધારે છે અને ત્વચા પરના ધબ્બાને પણ દૂર કરવામાં મદદ કરે છે.  ગ્લોઇંગ સ્કીન માટે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ  હળદર વાળું દૂધ ચોક્કસ પીવું જોઇએ. 

મુલ્તાની માટીનું ફેસ પેક- મુલ્તાની માટી એ એક પ્રાકૃતિક માટી છે. જેના ઉપયોગ દ્વારા ત્વચા સાફ અને ચમકદાર બને છે, ફેસ પેક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેની પેસ્ટ બનાવવા માટે ગુલાબ જળ અથવા દહિં સાથે મુલ્તાની માટીને મીક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. 15થી 20 મીનિટ પછી તેને ગરમ પાણીથી ધોઇ નાખો. 

આમળા અને મધનો હેયર માસ્ક – આમળા પાઉડરને મધ સાથે મીક્સ કરીને તેનો હેયર માસ્ક તૈયાર કરવામાં આવે છે. જે માથાના વાળ અને સ્કલ્પ પર લગાવમાં આવે છે. આ હેયર માસ્ક લગાવ્યા પછી તેને 30 મિનીટ સુધી રાખવામાં આવે છે. ત્યાર બાદ કેને શેમ્પુથી ધોઇ નાખવું. આ હેયર માસ્ક વાળને પોષણ અને મજબૂતી પ્રદાન કરવામાં મદદ કરે છે.

આ પરંપરાગ ગુજરાતી સોદર્ય રહસ્ય ખૂબ જ સરળ છે તેને ઉપયોગ પણ સરળ રીતે જ થાય છે. આ સોદર્ય ટીપ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુ કુદરતી હોવાથી તેની અસર લાંબા ગાળે થાય છે. લાંબા સામયની આ સોદર્ય પ્રદાન વસ્તુઓથી થતા લાભનો આનંદ લેવા માટે તમારી રૂટિન લાઇફમાં તેનો ઉપયોગ કરો. વધારે પડતા રૂપિયા ખર્ચ કર્યા વગર તમે એક સારી અને ચમકદાર સ્કીન મેળવી શકો છો.

Leave a comment

This website uses cookies to improve your web experience.
Home
Account
Cart
Search