
નવા શોખને પ્રાધાન્ય આપો અને જીવનમાં ખુશ રહો…
દરેક વ્યક્તિનું જીવન ખૂબ જ વ્યસ્તતા અને ટેન્શનથી ભરેલું હોય છે. આ સંજોગોમાં વ્યક્તિ પોતના માટે જ સમય કાઢી શકતો નથી. જે નાની – નાનની વસ્તુઓથી એને આનંદ મણતો હોય છે તેમાં પણ તે સમય આપી શકતો નથી. વ્યક્તિએ પોતાના માટે સમય કાઢી ખુશ રહેવું તે પણ ખૂબ જ જરૂરી છે. રોજિંદી જિંદગીમાં ખુશ રહેવા માટે પોતાના શોખને રૂટિન બનાવવું જોઇએ.
મહિલાઓએ પોતાની રૂટિન લાઇફમાં ખુશ રહેવા માટે કેટલાક નવા શોખ અને પર્વૃત્તિઓને પ્રાધાન્ય આપવું જોઇએ. આવા કેટલાક શોખ અને પ્રવૃત્તિઓ અંગે અંહિંયા વાત કરવામાં આવી છે. જેના દ્વારા તે પોતાની જિંદગીમાં ખુશ રહી શકે છે.
વાંચન પ્રવૃત્તિ – વાસ્તવિક જીવનથી કંઇક અલગ અને પોતાની જાતને બીજી દુનિયામાં લઇ જવા માટે વાંચન પ્રવૃત્તિ સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ સાથે વાંચન દ્વારા વ્યક્તિને અનેક નવી વસ્તુઓ શીખવા મળે છે અને પોતાના જ્ઞાનને પણ વધારવાનો એક બેસ્ટ ઉપાય છે.
ગાર્ડનિંગ- સર્જનાત્મક બનાવા માટે અને તણાવ ઘટાડવા માટે ગાર્ડનિંગ સૌથી સારી રીતે મદદરૂપ થઇ શકે છે. આ ઉપરાંત પ્રકૃતિ સાથે જોડવવા માટે પણ આ એક સારો ઉપાય છે. ગાર્ડનિંગ દ્વારા તમે તમારા હાથે વાવેતર કરેલા વૃક્ષોને પણ મોટા થતા જોઇને એક સંતોષની લાગણી અનુભવી શકો છો.
યોગ – યોગ દ્વારા શરીર અને મનનું તાલમેળ જાળવી શકાય છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત રહે છે. તણાવ ઓછો થાય છે અને સમગ્ર સ્વાસ્થયમાં સુધારો થાય છે, સાથે સાથે જીવન સુખકારી બને છે.
કુકિંગ પ્રવૃત્તિ – રસોઇ એક પ્રકારે રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિ છે. જેના દ્વારા લોકો એક બીજાથી વધારે નજીક આવે છે. નવીનવી વાનગીઓ શોધવી તેના માટે નવી સામગ્રીઓ સાથે અવનવા પ્રયોગ કરવા અને સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો એક નવતર પ્રયોગ. આ પ્રવૃત્તિ દ્વારા તમે તમારી અંદરની સ્કીલને પણ બહાર લાવી શકો છો.
કલા અને હસ્તકલા- કલા અને હસ્તકલામાં વ્યસ્ત રહેવું એક ઉપચારાત્મક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. કારણ કે તેના દ્વારા વ્યક્તિ તણાવ અને ચિંત્તાને ઓછી કરી શકે છે. પેઇન્ટિંગ, ડ્રાઇંગ, ભરતકામ વગેરે કલાના એવા રૂપ છે જેના દ્વારા મહિલાઓ પોતાનામાં વ્યસ્ત રહી શકે છે અને તે પોતાની આ કળાને આગળ જતા એક્સપ્લોર પણ કરી શકે છે.
ડાન્સિંગ – નૃત્ય એ એક્સસાઇઝ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, સાથે સાથે નૃત્ય દ્વ્રારા વ્યક્તિ પોતાની અભિવ્યક્તિને પણ બહાર લાવી શકે છે. આ ઉપરાંત નૃત્ય એ ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિ છે, જે તમે એકલા પણ કરી શકો છો અને મિત્રો સાથે ગ્રૂપમાં પણ કરી શકો છો.
ફોટોગ્રાફી – શ્રેષ્ઠ સમય અને યાદોને કેદ કરવા માટેનો એક માત્ર વિકલ્પ એટલે ફોટોગ્રાફી. લેન્સના માધ્યમ દ્વારા દુનિયાની શોધ કરવા માટેનો એક સીધો રસ્તો છે. ફોટોગ્રાફી ખૂબ જ રચનાત્મક અને સર્જનાત્મક શોખ પણ હોઇ શકે છે.
અંતમાં આપણે રોજિંદી જિંદગીમાં આનંદ અને ખુશી પ્રાપ્ત કરવી એ માનસિક અને ભાવનાત્મક કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે. જે પ્રવૃત્તિ દ્વારા આપણને આનંદ અને ખુશી મળતી હોય તેને આપણા જીવન સાથે અચૂક જોડવી જોઇએ. મહિલાઓએ પોતાના શોખને જાગૃત કરવા માટે તેને કઇ પ્રવૃત્તિ સાથે જોડાવવું જોઇએ તે અંગે ચોક્કસ પણે વિચારવું જોઇએ.