Skip links

નાણાકીય વ્યવસ્થા અને સુરક્ષા પ્રાપ્ત કરવાની કળા એટલે બજેટ તૈયાર કરવાની કળા

વ્યક્તિગત રીતે નાણાંનું સંચાલન કરવું અને નાણાકીય સુરક્ષા પ્રાપ્ત કરવી એ એક મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. પરંતુ જો સફળ અને અને તણાવમુક્ત જીવન જીવવું હોય તો બજેટ એ સૌથી મહત્વનું પાસું છે. ફાઇનાન્સિયલ સિક્યોરીટી માટે સૌથી મહત્વની ચાવી છે બજેટ. આવકના સ્ત્રોત પ્રમાણે બજેટ બનાવવું અને તેને વળગી રહેવું જરૂરી છે. બજેટની કળામાં નિપુર્ણતા મેળવવા માટે અહિંયા કેટલીક મહત્વની ટીપ્સ આપવામાં આવી છે. 

ખર્ચાઓને ટ્રેક કરો – બજેટ બનાવવાનું સૌથી પહેલું સ્ટેપ છે કે વ્યક્તિએ પોતાના ખર્ચા ટ્રેક કરવાની શરૂઆત કરવી જોઇએ. જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારા પૈસા ક્યાં જઇ રહ્યાં છે. આ ઉપરાંત બજેટ ટ્રેક દ્વ્રારા તમને એવા ખર્ચાની પણ ઓળખ થશે જ્યાં તમે સીધી રીતે કાપ મૂકી શકો છો. 

 

નાણાકીય લક્ષ્યો સેટ કરો- લાંબા અને ટૂંકા ગાળાના નાણાકીય લક્ષ્યો સેટ કરો. જે તમને કઇ દિશામાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવુ તેની સમજ પણ આપશે. અને નવા ગોલ નક્કી કરવામાં પ્રેરણાં પણ પૂરી પાડશે. 

 

બજેટ બનાવો-  એકવાર તમને તમારા ખર્ચાઓ અને નાણાકીય લક્ષ્યોની સ્પષ્ટ સમજણ પડી જાય પછી  પછી બજેટ બનાવો. જેમાં તમે ભાડા ખર્ચ, ઘર ખર્ચ, જેવા અનેક પ્રકારના ખર્ચાનો ઉલ્લેખ કરો. 

બિનજરૂરી ખર્ચામાં ઘટાડો કરવો-  બિનજરૂરી ખર્ચા માં ઘટાડો કરવો જોઇએ. જેમ કે બહારનું ખાવાનું ઓછું કરવું જોઇએ. જે સબક્રીપ્શનનો ઉપયોગ કરતા નથી તેવા સબક્રીપ્શનને બંદ કરી દેવા જોઇએ.  

કટોકટી માટે બચત કરો- આકસ્મીક ખર્ચાને પહોંચી વળવા માટે બચત કરવી જરૂરી છે. જેમ કે  કારની મરામત અથવા ઇમરજન્સી મેડિકલ બિલ જેવા અણધાર્યા ખર્ચાઓને આવરી લેવા માટે ઈમરજન્સી ફંડ પણ હોવું જરૂરી છે.

ભવિષ્ય માટે રોકાણ કરો- ભવિષ્યમાં ઇન્કમ ઊભી થાય તેવી સ્કીમમાં રોકાણ કરવાનું વિચારો. જેમ કે નિવૃત્તિ માટે બચત કરવી કે પછી ભવિષ્યની પેન્શન સ્કીમમાં પૈસા ઇન્વેસ્ટ કરો. 

બજેટનો રીવ્યું કરતા રહો- તમારા દ્રારા જ તૈયાર થયેલ બજેટનું રીવ્યું રેગ્યુલર કરતા રહેવું જોઇએ. આ ઉપરાંત જરૂરિયાત પ્રમાણે બજેટને સેટ કરતા રહો. જેથી ભવિષ્યમાં તે તમારા લક્ષ્ય સુધી પહોચવામાં મદદ કરશે અને તમારા નાણાકીય ગોલને પ્રાપ્ત કરવામાં પણ મદદગાર બનશે. 

આ ટીપ્સને અનુસરીને, તમે બજેટિંગની કળામાં નિપુણતા મેળવી શકો છો અને નાણાકીય સુરક્ષા પ્રાપ્ત કરી શકો છો. તમારા પ્રયત્નોમાં ધીરજ અને નિપૂર્ણતા હોવી જરૂરી છે. સમય અને અનુભવ સાથે તમે તમારા નાણા પણ નિયંત્રણ મેળવી શકો છો અને સુરક્ષિત અને તણાવમુક્ત જીવન જીવી શકો છો. 

Leave a comment

This website uses cookies to improve your web experience.
Home
Account
Cart
Search