Skip links

સ્ટોરી – 2 સમર કલેક્શન ક્લોથ્સ

Share

શેફાલી કોર કલેર

સમરકૂલ ફેબ્રીક અને હલકા ફૂલકા કો ઓર્ડ
ઉનાળાની શરૂઆત થાય એટલે વોર્ડરોબ ચેન્જ કરવાનો સમય આવી ગયો સમજો. બાકીની સિઝનને અનુરૂપ કપડાની ખરીદી થાય કે ના થાય પરંતુ ઉનાળામાં સમર સ્પેશિયલ ક્લોથ્સથી વોર્ડરોબ અચુક ભરાઇ જતો હોય છે. આ સાથે વેકેશનની સિઝન હોવાથી ટ્રાવેલિંગનુ પ્લાનિંગ પણ લોકોનું જોર શોરમાં થતું હોય છે. ટ્રાવેલિંગ અને સમરને અનુરૂપ સ્પેશિયલ સમર કલેક્શન ડિઝાઇન કરવામાં આવે છે. જે કેઝ્યુઅલ અને પાર્ટી વેર બંને પર્પસથી પહેરી શકાય છે અને ટ્રાવેલિંગમાં સૌથી વધારે કંમ્ફટેબલ હોય છે. સમરકુલ કલેશનમાં આ વર્ષે કો ઓર્ડ સેટની ફેશન સૌથી વધારે ડિમાંન્ડમાં છે. જે ડિફરન્ટ ફેબ્રીક અને ડિફરન્ટ ડિઝાઇનમાં તૈયાર થાય છે. ઇન્ડિયન વેરને ટ્રેન્ડી લૂક આપીને ક્લોથ્સ ડિઝાઇન કરતા વીબગ્યોર ફેશન (કલર્સ ઓફ રેઇનબો)ના ડિઝાઇનર સપના ઝવેરી અને પાયલ શાહ આ વર્ષે ટ્રાવેલિંગ અને સમર માટે શું બેસ્ટ રહેશે તે અંગે વાત કરી રહ્યાં છે. છેલ્લા 25 વર્ષથી ક્લોથ્સ ડિઝાનિંગની દુનિયામાં લોકોને અવનવી ડિઝાઇનના કપડા તૈયાર કરી આપતા આ નણંદ ભાભી જોડી જણાવે છે કે, આટલા વર્ષોથી અમે ઇન્ડિયન વેર ડિઝાઇન કરીએ છીએ પરંતુ આ વખતે સમર કલેક્શનમાં કો ઓર્ડ સેટની ડિમાંન્ડ સૌથી વધારે છે. જેના માટે અમે 45થી 55 જેટલા સ્પેશિયલ ડિઝાઇનિંગના કોર્ડ સેટ તૈયાર કરાવ્યા છે. જે દરેકની પ્રીન્ટથી લઇને ડિફરન્ટ ડિઝાઇન અને ડિફરન્ટ કટ્સમાં તૈયાર કર્યા છે. પ્રીટેન્ડ અને પ્લેન કો ઓર્ડ સેટની સાથે સાથે , ટ્રેન્ટી સમર કુલ ટોપ્સ અને ડબલ કલર વન પીસ ડિઝાઇન કર્યા છે. જેના માટે સ્પેશિયલ સમર કુલ ફેબ્રીકનો યુજ કરવામા આવ્યો છે. આ ઉપરાંત કલર પણ આખોને ઠંડક આપે તેવા ઇગ્લીશ કલરનો ઉપયોગ વધારે કર્યો છે. સમર અને ટ્રાવેલને અનુરૂપ….. સમરકુલ કલેક્શનમાં પોલકા ડોટ, લહેરીયા, જોમેટ્રીકલ પ્રીન્ટ વધારે ચાલે છે. જ્યારે લીલન અ મલનો જ યુઝ કરવામાં આવે છે. જ્યારે પેસ્ટલ અને ઇગ્લીશ કલર વધારે ચાલે છે, જેમાં ખાસ કરીને ઇન્ડિગો, મિલેટ્રી ગ્રીન, સ્ટ્રોબેરી પીન્ક જેવા કલર્સ વધારે ડિમાંન્ડમાં છે. વીબગ્યોર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા કપડા ટ્રેન્ડી લૂક આપવામાં આવે છે. જેથી તે ટ્રાવેલિંગમાં પણ પહેરી શકાય, ડિનર નાઇટ કે પછી સવારથી સાંજ સુધીના કોઇ પણ ઓકેશનમાં આ કલેક્શનનો યુઝ કરી શકાય છે. વીબગ્યોરના સપના ઝવેરી જણાવે છે કે, ઉનાળાની શરૂઆત થતા માર્કેટમાં ઘણાં બધી જગ્યાએ સમર કલેક્શન લોન્ચ કરવામા આવે છે. પરંતુ અમે બજારથી કંઇક અલગ જ તૈયાર કરીએ છીએ. અમારી પોતાની ડિઝાઇનમાં પણ કસ્ટમરની ઇચ્છા પ્રમાણે તેમને જેટલા ચેન્જીસ કરવા હોય અમે તેમને કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. અમારી કોઇ પણ ડિઝાઇન ક્યારે પણ રિપીટ થતી નથી.

ડિઝાઇનમાં જોઇતી ભિન્નતા તથા વિવધતા મળી રહે છે….સમર એટલે હેન્ગાઉટ સિઝન અને દરેક ઓકેશન પ્રમાણે વિવિધ ડિઝાઇન. પરંતુ સમરકુલ ફેબ્રીક, ટ્રેન્ડી પ્રીન્ટ, ઇગ્લીશ ટોન કલર્સ અને સાથે સાથે ફેશન ટ્રેન્ડનો સમન્વય એટલે વીબગ્યોરની ડિઝાઇન. જે આ સમરમા તમને તમારું વોર્ડરોબ ચેન્જ કરવા પર કરશે ખાસ મજબૂર

પ્રિન્ટેડ કો ઓર્ડ સેટ – લેહરીયુ, પોલકા ડોટ્સ જેવી ટ્રેન્ડી પ્રીન્ટ્સમાંથી તૈયાર થયેલા કોર્ડ સેટ ટ્રેડિશનલ અને રૂટિન વેરમાં પણ પહેરી શકાય છે. ખાસ સિમેટ્રીકલ કટ્સનો યુઝ કરીને વિવિધ ડિઝાઇનમાં આ કો ઓર્ડ સેટ લોન્ગ અને શોર્ટ પણ હોય છે. સમરમાં સૌથી વધારે કંમ્ફટેબલ એવા કોર્ડ સેટના કલર અને પ્રીન્ટસ પણ આંખોને ગમી જેવા તેવા હોય છે. પહેરવામાં પણ ખૂબ જ હલકા ફૂલકા હોય છે. ટ્રાવેલિંગ માટે બેસ્ટ ઓપ્શન છે.
પ્લેન કો ઓર્ડ સેટ– લીલીન મટિરિયલ્સ અને ઇગ્લીશ કલર ટોનમાંથી તૈયાર થતા પ્લેન કોર્ડ સેટ સમરની બેસ્ટ ડિઝાઇન છે. જે ઓફિસથી લઇને ડિનર નાઇટ માટે બેસ્ટ ઓપ્શન છે. લીલન એ રીચ મટિરિયલ્સ કહેવાય છે. જેનાથી દરેક ફંક્શનમાં રીચનેસ ફીલ કરાવે છે. લીલન પર્સનાલીટી પણ ડેવલોપ કરે છે.
ડ્લબ કલર વન પીસ – કોટન મલ મટિરિલ્સમાંથી તૈયાર થતા આ વન પીસ એક જ ફેમિલીના કલરનો (એટલે કે એક કલરના ડિફરન્ટ શેઇડ) ઉપયોગ કરીને લેવામાં આવે છે. વન પીસમાં અત્યારના લેટેસ્ટ ઇગ્લીશ કલર માંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં દોરા કામ, હાથ ભરત અને આભલાનું વર્ક કરવામાં આવ્યું છે. આ સમર સિઝનમાં સૌથી બેસ્ટ ડિઝાઇન છે.
પાર્ચી વેર ડે ટુ ડે પહેરી શકાય છે. (સ્ટેપલ ક્લોધિંગ )
ટ્રેન્ડી કોટન ટોપ્સ – કોટન પેન્ટ, જીન્સ, પ્લાઝો, ધોતી પર પહેરી શકો છો. મટીરીય્લસ લીલીન અને કોટન યુઝ કરવામા આવે છે, કોટન લીલીન ટુ ટોન કોટન ( છાંટ વાળા) કપડા કહેવામાં આવે છે. ધૂપછાવ કપડાનો ઉપયોગ કરીને આ ટ્રેન્ડી કોટન ટોપ્સ તૈયાર થાય છે. જે પ્લેન જ હોય છે. ગરમીમાં દરેક ફંક્શનને અનુરૂપ છે. આ ઉપરાંત પ્લેન હોવાથી તેનો લૂક પમ જોરદાર આવે છે. તેમાં મશીનના જૂદા જૂદા ટાંકનો પયોગ કરીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

Leave a comment

This website uses cookies to improve your web experience.
Home
Account
Cart
Search