શેફાલી કોર કલેર
સ્ટોરી – 4 જ્વેલરી બાય રવિના
ગરમી અને ટ્રાવેલિંગ…. પણ ફેશન તો જરૂરી છે. સ્ટેટસ અને ફેબ્યુલસ લૂક દરેકને પસંદ હોય છે. પછી ભલેને ગરમીનો પારો 45 ડિગ્રી હોય કે 50 ડીગ્રી. ફેશન શબ્દ હવે એટલો મોટો થઇ ગયો છે કે ડિઝાઇનર ફેસ્ટિવલ અને સિઝનને ધ્યાનમાં રાખીને જ દરેક વસ્તુ ડિઝાઇન કરતા હોય છે. ગરમી છે પણ જ્વેલરી પણ પહેરવી જરૂરી છે. આઉટડોર અને સમર માટે સ્પેશિયલ હલકી ફૂલકી જ્વેલરી કલેક્શન સમરમાં લોન્ચ કરવામાં આવે છે. “સેવન્થ એવન્યુ જ્વેલરી” ના ઓનર અને જ્વેલરી ડિઝાઇનર રવિના પરીખ આ વકેશનમાં કેવા પ્રકારની જ્વેલરી ટ્રેન્ડમાં રહેશે ગરમીમાં લોકો શુ પહેરવાનું પસંદ કરી રહ્યાં છે તે અંગે જણાવ્યું હતું.
રવિના પરીખ જણાવે છે કે, અત્યારે સિલ્વર જ્વેલરીનો ટ્રેન્ડ ખૂબ જ છે. જે ગોલ્ડ પ્લેટેડ અને રીયલ જ્વેલરી જેવો લૂક આવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. સિલ્વર જ્વેલરી અમે કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. જ્યારે સમર અને ટ્રાવેલિંગ પર્પઝથી કોસ્ચુમ જ્વેલરી સૌથી વધારે ચાલે છે. કારણ કે આ જ્વેલરી કોસ્ટ વાઇઝ પણ લો – રેન્જમાં હોય છે અને વેઇટ પણ ખૂબ જ હલકું હોય છે. જેથી સમરમાં તે પહેરવામા કસ્ટમરને રિલેક્સ ફિલ થાય છે. જ્યારે ટ્રાવેલિંગમાં ઇઝિલી કેરી કરી શકાય છે. કોસ્ચુમ જ્વેલરીમાં હુપ્સ ઇયરીંગ, ઓવરસાઇડ સ્ટડ્સ, સ્ટેકેબલ બ્રેસલેટ, ટેસલ્સ નેકલેસ વધારે ટ્રેન્ડમાં છે. જે સ્પેશિયલ સમર અને ટ્રાવેલિંગ પર્પઝ થી તૈયાર કરવામાં આવે છે. આ જ્વેલરી દરેક પ્રકારના સમર ક્લોથ્સ સાથે મેચ થઇ જાય છે, પછી તે વેસર્ટન આઉટફીટ હોય કે કોટન સલવાર સુટ કે પછી કોટન ફ્રોક.
હુપ્સ ઇયરિંગ… વેસ્ટર્ન આઉટ ફીટ અને ઇન્ડો વેસ્ટર્ન પર સ્ટનિંગ લૂક લાગે છે.
કલરફૂલ સ્ટોન અને ક્યુબીક ઝરકોનીયાથી આ હુપ્સ ઇયરિંગ તૈયાર કરવામા આવે છે. જેનો લૂક ડાયમંન્ડ જેવો આવે છે. હુપ્સ ઇયરિંગ જેટલી દેખાવમાં સારી લાગે છે તેવ રીતે તે બધા જ પ્રકારના આઉટફીટ સાથે પણ પરફેક્ટ મેચ થઇ જાય છે. સમરમાં આઉટઓફ ઇન્ડિયાના ટ્રાવેલિંગનું પ્લાન કરતા હોવ તો હુપ્સ ઇયરિંગની ખરીદી ખાસ કરવી જોઇએ.
સ્ટેકેબલ નેકલેસ….બ્રાસ મટિરિયલ્સ માંથી તૈયાર થતા આ નેકલેસ રોડિયમ અને ગોલ્ટ પ્લેટેડ હોય છે. જેને ચાર્મસ નેકલેસ પણ કહેવામાં આવે છે. ગોલ્ડ અને રોડિયમ પ્લેટેડ ચેઇનમાં અલગ અલગ આલ્ફાબેટ પણ લાગેલા છે. વેસર્ટન આઉટફીટમાં આ નેકલેસ ખૂબ જ સ્ટનિંગ લૂક આપે છે.
ઓવરસાઇઝ્ડ સ્ટડ્સ…. અત્યારે નેકલેસ કરતા પણ વધારે સ્ટડ્સની ફેશન છે. મધર પલર્સ, ક્યુબીક ઝરકોનીયા અને અલગ- અલગ કલરના સફાયર સ્ટોનમાંથી તૈયાર થતા આ સ્ટડ્સ દરેક પ્રકારના આઉટ ફીટમાં શોભે છે. જ્વેલરીમાં માત્ર આ ઓવરસાઇઝ્ડ સ્ટડ્સ જ પહેરવાથી ડ્રેસનો લુક બદલાઇ જશે.
સ્ટેકેબલ બ્રેસલેટ…. મલ્ટી કલર્સ બીડ્સ, ક્યુબીક ઝરકોનીયા સ્ટોનનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ નેકલેસ બ્રાસ એન્ડ ગોલ્ડ પ્લેટેડ હોય છે. હાથની શોભા વધારતા આ બ્રેસલેટ ડિઝાઇનમાં ડિફરન્ટ હોવાથી લૂક પણ ડિફરન્ટ જ આપે છે.
પીન્ક ક્વાર્ટઝ નેકલેસ …. ક્વાર્ટઝ નેકલેસ દરેક અલગ અલગ કલર સ્ટોનમાં હોય છે. જેને કોટન ડ્રેસીસ, વેસર્ટન આઉટફીટ પર પહેરી શકાય છે. જેના સ્ટોન સાઇઝમાં થોડા મોટા હોય છે અને જે બે થી ત્રણ લેયરમાં હોય છે. બીચ પર પહેરાતા આઉટફીટ પર આ નેકલેસ એકદમ યુનિક લૂક આપે છે.
વિક્ટોરીયન નેકલેસ….સિલ્વર મોઈઝોનાઇક પોલકી, પ્યોર સિલ્વર અને ગોલ્ડ પ્લેટેડમાંથી તૈયાર થયેલ આ નેકલેસ બ્લેક કલરના પાર્ટી ગાઉન કે પછી વનપીસમાં ફેબ્યુલસ લુક આપે છે.
ટેસલ્સ નેકલેશ… મોતીમાંથી બનેલ આ નેકલેસ લોન્ગ હોય છે. ટ્રાવેલિંગ જ્વેલરી છે. વ્હાઇટ અને કલર મોતી માંથી તૈયાર થયેલ ટેસલ્સ દરેક પ્રકારના ક્લોથ્સ સાથે પહેરી શકાય છે. જે વેઇટમાં પણ ખૂબ જ હલકું છે.