શેફાલી કોર કલેર
અમદાવાદનું “Shoe Crea” બન્યુ બોલીવુડ અને ટીવી સેલિબ્રીટીની બેસ્ટ ચોઇસ …
તાપસી પન્નુ અને ડાયના પેન્ટી અમદાવાદની હેન્ડ મેઇડ ચપ્પલ પહેરવાનું પસંદ કરે છે…
ગુજરાતી બહેનો માત્ર ખાવા પીવામાં જ પોતાનો ડંકો વગાડે તેવું નથી. ગુજરાતીઓ તો પોતાના હાથ કારીગરી અને ક્રિએટીવીટીનો ડંકો દેશ દુનિયામાં વગાડી શકે છે. અમદાવાદમાં જ તૈયાર થતા હેન્ડમેઇડ ડિઝાઇનર ચપ્પલ બોલીવૂડ સેલીબ્રીટીની સાથે સાથે ટીવી સેલિબ્રીટી પણ પસંદ કરી રહી છે. સિમ્પલ ફ્લેટ અને વિવિધ પ્રકારના ફેબ્રીક તથા હેન્ડમેઇડ વર્ક દ્વારા તૈયાર થતા આ ચપ્પલ તેની સિમ્પલ ડિઝાઇનને કારણે લોકોને વધારે પસંદ પડી રહ્યાં છે. ડેઇલી વેરથી લઇને ટ્રાવેલિંગમાં પણ સૌથી વધારે કંમ્ફટનેસ આપે છે રીતીકા અગ્રવાલની “Shoe Crea” બ્રાન્ડ.
ચપ્પલ પણ ડિઝાઇનર વેરનો એક પાર્ટ બની શકે છે તેવું કદાચ કોઇએ ભાગ્યેજ વિચાર્યું હશે. ફેન્સી વેરાયટી વાળા ચપ્પલ, સેન્ડલ, કે સ્પોર્ટ શુઝ હંમેશાથી ચાલતા આવ્યા છે. હેન્ડમેઇડ ડિઝાઇનર શુઝનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ વધી રહ્યો છે. રિતીકા અગ્રવાલે પણ થોડા વર્ષો પહેલા આવા જ હેન્ડમેઇડ ચંપ્પલો બનાવવાનું શરૂ કર્યું અને બસ તેના બનાવેલા ચપ્પલ આજે ફેમસ થઇ ગયા. કસ્ટમરનો હંમેશાં આભાર વ્યક્ત કરી શકાય તે માટે જ કદાચ રીતીતકાએ તેની ડિઝાઇનર શુઝનું બ્રાન્ડ નેમ “Shoe Crea” આપ્યું છે. આ અંગે રિતીકા જણાવે છે કે, મેં શરૂઆત સ્પોર્ટસ શુઝ પેઇન્ટ કરીન કરી હતી. ધીરે ધીરે મને રિસ્પોન્સ સારો મળતો ગયો અને હું નવી નવી ડિઝાઇન તૈયાર કરતી ગઇ. મારો હોમ સ્ટુડિયો છે. હું અલગ અલગ ડિઝાઇમાં અલગ અલગ વેરાયટી તૈયાર કરાવું છું. બલ્કમાં મેન્યુફેક્ચર કરાવવું મને પસંદ નથી. કારણ કે ડિઝાઇનમાં વેરાયટી હશે તો જ કસ્ટમરને ખરીદીમાં પણ મજા આવશે. હા કસ્ટમરની ડિમાંન્ડ હોય તો તેમની પસંદ પ્રમાણે ડિઝાઇન ચોક્કસ રિપીટ કરું છું.
રિતીકા ભારતભરમાં તેની ડિઝાઇનર વેર શુઝનું એક્સિબિશન કરે છે. જ્યારે બોમ્બે તેનું એક્સિબિશન હોય છે ત્યારે અનેક સેલિબ્રીટી જેમ કે ગોહર ખાન, શેફાલી શાહ, ડાયના પેન્ટી, તાપસી પન્નુ આ સિવાય અનેક ગુજરાતી સેલિબ્રીટી આ એક્સિબિશનની વિઝિટ કરતા હોય છે અને તેના હેન્ડ મેઇડ ચપ્પલ ખરીદતા પણ હોય છે. ફ્લેટ અને સિમ્પલ ડિઝાઇનમાં યુનિકનેસ સાથે તૈયાર થતા આ ચપ્પલ અંગે વધુમાં વાત કરતા રિતીકા જણાવે છે કે , હું દરેક વેરાયટીમાં કસ્ટમરની ડિમાંન્ડ પ્રમાણે તથા તેમના ગમતા કલર પ્રમાણે કસ્ટમાઇઝ કરી આપું છું. હું હેન્ડ મેઇડ એમ્બ્રોયડરીમાં જ તૈયાર કરું છું. જે વાઇબ્રન્ટ લૂક આપે છે.
વ્રુમ- વ્રુમ…. કોટન ફબ્રીકમાં તૈયાર થયેલ આ ફ્લેટ ચપ્પલ દરેક પ્રકારના આઉટ ફીટ પર પરફેક્ટ મેચ થાય છે. જેમાં મોતી વર્કનું એમ્બ્રોડરી કરવામાં આવી છે. પોમ પોમ લેસ સાથે તૈયાર થયેલ વ્રુમ વ્રુમ ડિઝાઇન તમારા વોર્ડરોબના ક્લોથ્સ પ્રમાણે પણ કલર ડિઝાઇન થઇ શકે છે. પોમ પોમ લેસના કલર તમે ચેન્જ કરાવી શકો છો જ્યારે સ્કૂટરની જગ્યાએ અન્ય એમ્બ્રોડરી પણ કસ્ટમાઇઝ કરાવી શકો છો.
એમ્બેલીશડ જ્વેલ….નાના-નાના બટન, બો, ફ્લાવર, બટરફ્લાય, બીટ્સનો યુઝ કરીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સલવાર સુટ અને કેપ્રી પર આ ડિઝાઇનર ચપ્પલ સૌથી વધારે ચાલે છે. સમરમાં સૌથી ફાસ્ટ સેલિંગ થતી આ ડિઝાઇન રીતીકા પોતાના હાથે તૈયાર કરે છે.
બઝિંગ બી….જીન્સ, ટ્યુનીક, ફ્રોક પર બઝિંગ બી ડિઝાઇન સૌથી વધારે ચાલે છે. જેમાં કલર ઓપ્શન પણ મળી રહે છે. કલરની સાથે સાથે કસ્ટમર તેમની પસંદની એમ્બ્રોડરી પણ કરાવી શકે છે. વર્ક સિવાય પ્લેન, પ્રિન્ટેડ અને લેધર ફેબ્રીકમાં સૌથી આકર્ષક લાગતી આ ડિઝાઇન ઓફિસ વેરમાં પણ યુઝ કરી શકાય છે.
ઇનટુ ધ વાઇલ્ડરનેસ…. બ્રાઇટ કલર ના ગમતા હોય શટલ શેઇડમાં તથા ન્યુટરલ શેઇડ પણ અવેલેબલ છે. આ ડિઝાઇનમાં બંન્ને પેર અલગ અલગ હોય છે. જે તેની સૌથી મોટી વિશેશતા છે. જ્યારે બંન્ને પગ જોડે હોય ત્યારે તમારા ચપ્પલની ડિઝાઇન એક અલગ જ સ્ટોરી શો કરે છે. આ ડિઝાઇન યંગસ્ટર્સમાં સૌથી વધારે ચાલે છે, ખાસ કરીને કોલેજ ગોઇંગ ગલર્સમાં. કારણ કે તેમને રોજ કંઇક ને કંઇક અલગ પહેરવા જોઇતું હોય છે. આ ડિઝાઇન દરેક પ્રકારના વેસર્ટન અને કેઝ્યુઅલ વેર પર પણ શુટ થાય છે.
પટોળા ટ્વીસ્ટ…..ટ્રેડિશનલ વેર સાથે કંઇક ડિફરન્ટ અને લાઇટ વેઇટ જોઇતું હોય તો પટોલા ટ્વીસ્ટ એ મોસ્ટ ફેશનેબલ ડિઝાઇન છે. અત્યારે પટોળા, બાંધણી અને ગજીનો ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો છે. પટોળા ટ્વીસ્ટમાં પણ તમે તમારી ડિઝાઇન અને કલર પ્રમાણે કસ્ટમાઇઝ કરાવી શકો છો.
રિતીકા અગ્રવાલ પોતાની દરેક ડિઝાઇનમાં કસ્ટમાઇઝનું ઓપ્શન આપે છે. તે પોતાનો આ બિઝનેસ ઘરેથી જ કરે છે જ્યારે એક્સિબિશન કરીને પોતાની બ્રાન્ડનું માર્કેટિંગ કરે છે. ઇન્સ્ટાગ્રામ માં “Shoe Crea” બ્રાન્ડથી ફેમસ તેની ડિઝાઇન ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ડિયા બહરાના લોકોને પણ ખૂબ જ પસંદ છે. જે દરેક લોકો ઇન્સ્ટાગ્રામ પરથી ઓર્ડર કરે છે અને પોતાની પસંદની ડિઝાઇન મંગાવે છે.