
40ની ઉંમરમાં મહિલાઓ માટે ખાસ પ્રકારનું અલ્ટિમેટ સ્કીનકેયર રૂટિન
એક ઉંમર પછી મહિલાઓની સ્કીનમાં એક અલગ જ પ્રકારનો બદલાવ જોવા મળે છે. સ્કીન શુષ્ક બની જાય છે. કરચલીઓ પડવાનું શરૂ થઇ જાય, સ્કીન ટોન થોડો ચેન્જ થઇ જતો હોય છે. આવા અનેક પ્રકારના બદલાવ સ્કીનને લઇને જોવા મળતા હોય છે. આ માટે 40ની ઉંમર પછી મહિલાઓ ખાસ પોતાની ત્વચાનું ધ્યાન રાખી શકે અને સ્કીનકેર માટે એક ચોક્કસ રૂટિન નક્કી કરે જેથી તેઓ 40 પછી આવતા આ બદલાવને રોકી શકે.
40ની ઉંમર પછી મહિલાઓએ સ્કીનકેર રૂટિન માટે મુખ્ય ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ખાસ કરીને ત્વચાની સફાઇ, મોઇશ્ચુરાઇઝિંગ અને સુરક્ષા.
સોથી પહેલા ત્વચા પર લાગતી ધૂળ માટી એટલેકે ગંદકી, તેલ, અને મેકઅપને હટાવવા માટે ત્વચાની સફાઇ સારી રીતે થવી જોઇએ. આ ઉમરમાં મહિલાઓએ એક સારું ક્લિન્ઝર સિલેક્ટ કરવું જોઇએ. કે જેથી તેની સ્કીનના નેચરલ તત્વો છે જળવાઇ રહે. ડ્રાય સ્કીન માટે ક્રીમી અને ઓઇલી બેઇઝ ક્લિન્ઝર પસંદ કરવા જોઇએ, જ્યારે ઓઇલી સ્કીન માટે ફોમિંગ બેઇઝ ક્લિન્ઝરનો યુઝ કરવો જોઇએ.
સ્કીન ક્લિન કર્યા પછી મોઇશ્ચુરાઇઝ કરવું જોઇએ. 40ની ઉંમર પછી સ્કીન વધારે ડ્રાય થતી હોય છે. આ માટે એવા મોઇશ્ચુરાઇઝનો યુઝ કરવો જોઇએ જેમાં હાઇડ્રેશનનું પ્રમાણ વધું હોય. એવો મોઇશ્ચુરાઇઝનો યુઝ કરો જેમાં હયાલૂરોનિક એસિડ હોય, જે પાણીમાં તેના વજનના 1000 ગણા જેટલું પકડી શકે છે, અથવા ગ્લિસરીનનો યુઝ કરો જે હવમાંથી ભેજને સ્કીન માટે ખેંચે છે.
ક્લીન્ઝિંગ અને મોઇશ્ચુરાઇઝ સિવાય સ્કીનને તડકાથી બચાવવી પણ જરૂરી છે. સૂર્યની તેજ ગરમીથી પણ સમય પહેલા સ્કીનમાં બુઢાપો લઇ આવે છે. જેના માટે હર રોજ 30 એસપીએફ (SPF)વાળા બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઇએ. પછી ભલેને બહાર ગરમીની જગ્યાએ વાદળા પણ કેમ ના હોય આ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ તમારે બારેમાસ કરતા રહેવુ જોઇએ.
આ બધાની સાથે સાથે આંખોની આસપાસની સ્કીનની કાળજી રાખવાનું પણ ભૂલતા નહિં. જેના માટે પેપ્ટાઇડ ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ. જે ડાર્ક સર્કલ્સ અને આંખોની નીચીની સૂજનને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

ટૂકમાં 40 પછી મહિલાઓએ પોતાની સ્કીનની જાળવણી માટે એક રૂટિન સેટ કરવું પડશે. જેમાં ક્લિનીંગ, હાઇડ્રેટિંગ, મોઇશ્ચુરાઇઝ, સન પ્રોટેક્શન તથા સ્કીનમાં બુઢાપો જલ્દી ના આવે અને આંખના ડાર્ક સર્કલ્સનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જેના માટે ઉપરના પગલા અનુસરવા જોઇએ. જેનાથી તમે 40ની ઉમરે પણ તંદુરસ્ત, ચમકતી અને જુવાન દેખાતી ત્વચા પ્રાત્પ કરી શકો છો.