
મહિલાઓ માટે મિત્રતા એક આધાર સ્તંભ
મધ્ય એજમાં મહિલાઓ માટે મિત્રતા એક મહત્વનો આધાર સ્તંભ હોય છે. જેનો અન્ય કોઇ વિકલ્પ હોતો નથી. જ્યારે મહિલાઓ મધ્ય ઉંમરમાં પહોંચે છે ત્યારે જીવનમાં અનેક અવનવા બદાલાવોનો અનુભવ કરે છે. જેમ કે કરિયરમાં બદલાવ, શારીરીક બદલાવ, કેટલાંક કેસમાં ડિવોર્સ પણ એક મહત્વનો ભાગ હોય છે. આવા સમયમાં સ્ત્રીને એક મજબૂત સપોર્ટ સિસ્ટમની જરૂર હોય છે. જે તેને સમજી શકે અને સપોર્ટ કરી શકે. મિડલાઇફમાં સ્ત્રીઓએ પોતાના મિત્રો સાથેના સંબંધોને કેવી રીતે વધું ગાઢ બનાવવા જોઇએ તે અંગે કેટલાક મહત્વના આઇડિયા અંહિયા આપવામા આવ્યા છે.
એક બીજા માટે સમય કાઢવો – જીવનમાં ગમે તેટલી વ્યસ્તતા કેમ ના હોય છતા પણ મિત્રો માટે સમય હંમેશા કાઢવો જોઇએ. મિત્રો સાથેના સમયને પ્રાધ્યન્ય આપવું પણ જરૂરી છે. મિત્રો સાથે નિયમિત રીતે જોડાયેલા રહેવા માટે આઉટિંગ અને ફોન કોલનો પણ શિડ્યુઅલ બનાવો.
મિત્રો સાથે લાઇવ રહો- જ્યારે મિત્રો સાથે મિટિગ હોય કે પછી આઉટિંગ માટે બહાર ગયા હોવ ત્યારે હંમેશા લાઇવ રહેવાની કોશિશ કરો. ફોનને દૂર રાખો અને મિત્રો સાથેની વાતચીતમા પૂરે પૂરે ધ્યાન આપો.
અનુભવો શેર કરો- પોતાના જીવનના અનુભવો મિત્રો સાથે ખાસ શેર કરો, સારા અનુભવો, સારા અને ખરાબ દિવસો અંગેની વાતો પણ મિત્રો સાથે ખાસ કરો. તમે યાદ રાખજો મિત્રો તમારી સાથે જ છે તેઓ તમને દરેક બાબતમાં સાથ આપશે, માટે જ તેમની સાથે ખુલીને વાત કરવાની કોશિષ કરો.
સક્રિય રીતે સાંભળો- મિત્રો જ્યારે પોતાના અનુભવો શેયર કરે છે ત્યારે તેને સાંભળો અને સમજો. જૂરૂર લાગે ત્યાં તેમને સપોર્ટ પણ કરો.
માઇલસ્ટોન સેલિબ્રેશન કરો- એક બીજા સાથે માઇલસ્ટોન સેલિબ્રેશન કરો. દરેક નાની નાની વાતો પર સેલબ્રેશનનું આયોજન કરો. પછી ભલે તે નવી નોકરી હોય, નવું ઘર હોય કે પછી પર્સનલ ગ્રોથ હોય. દરેક સેલિબ્રેશનમાં તમારું સમર્થન અને પ્રોત્સાહન આપો.
ક્ષમાશીલ બનો- કોઇ પણ મિત્ર સંપૂર્ણ હોતા નથી. ઘણી વાર મિત્રો સાથે પણ નાની નાની વાતોથી ઘર્ષણ ઊભુ થઇ જતું હોય છે. આવા સંજોગોમાં સંબંધોને વધારે બગાડ્યા વગર એકબીજાને ક્ષમાં કરવાની ભાવના રાખો મતભેદ ટાળો અને જીવનમાં આગળ વધો.

સાથે મળીને નવી વસ્તુઓ અજમાવો- નવી પ્રવૃત્તિઓને એક સાથે કરવાથી એક અલગ પ્રકારનું બોન્ડિંગ ક્રિએટ થાય અને એક સારી મેમરી પણ બને છે. જેના માટે એક સાથે કોઇ એક્ટિવિટી ક્લાસ શરૂ કરો અથવા ટ્રીપ પર જવાનું પ્લાનિંગ પણ કરી શકાય છે.
મધ્યજીવનમાં મહિલાઓ માટે મિત્રતા એક આધારસ્તંભનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. એક બીજા માટે સમય કાઢીને, એક બીજાના સુખ દુખમાં ભાગીદાર બનીને, એક બીજા સાથે અનુભવો શેર કરીને કે પછી નાના નાના પ્રસંગોની ઉજવણી કરીને, જતુ કરવાની ભાવના રાખીને, સાથે મળીને નવી નવી એક્ટિવિટી કરીને મિત્રો સાથે એક અર્થ પૂર્ણ જીવન બનાવી શકો છો અને તેને લાંબા સમય સુધી જાળવી શકો છો.