Skip links

SOTE – SALT OF THE EARTH

SOTE – SALT OF THE EARTH

ફાઉન્ડર દીપ્તિ શાહ, અમદાવાદ 

સોત, જેનો જન્મ  પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ, માંથી થયો છે.  જેઓ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સ્કીનકેરની પ્રોડ્ક્ટ તૈયાર કરે છે. રોજિંદી લાઇફમાં ત્વચાની દેખરેખ સરળ રીતે કેવી રીતે રાખવી તે માટે ખાસ આ પ્રકારની નેચરલ પ્રોડ્ક્ટ સોતના ફાઉન્ડર દિપ્તી શાહ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

કુદરત પાસેથી જરૂર હોય તેટલું જ લેવું જોઇએ તેવી તેમની વિચારધારા છે અને આ વિધારધારા સાથે જ તેઓએ  સ્વચ્છ, સરળ અને સુદંર સ્કીન કેરનું ઉત્પાદનનું નિર્માણ કર્યુ છે. સોત દ્વારા તૈયાર થતી દરેક પ્રોડ્ક્ટ કુદરતી હોવાથી સોત તેમના ગ્રાહક પાસે  ધીરજ અને સમયની માંગણી કરતા હોય છે, જેથી રિઝલ્ટ સારું મળી રહે. સોત દ્વારા તૈયાર થતી દરેક પ્રોડ્ક્ટ નેચર ઇન્ગ્રીડીયન્સમાંથી બને છે. જેથી તેનું ઉત્પાદન પણ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. જે દરેક પ્રોડ્ક્ટ 100 ટકા નેચરલ હોય છે.  નેચરલી ક્લીન સ્કીનને લઇને તેમનું ફોકસ ખૂબ જ ક્લિયર છે. 

શું તમે કેમિકલવાળી પ્રોડ્ક્ટ વાપરીને કંટાળી ગયા  છો, તો સોત – સોલ્ટ ઓફ ધ અર્થનો ઉપયોગ કરવામાં વધારે વિચાર ના કરો. સોત – સોલ્ટ ઓફ ધ અર્થ અમદાવાદની એક કુદરતી સ્કિનકેર બ્રાન્ડ છે જે કુદરતી રીતૈ તૈયાર થાય છે અને સ્વચ્છ અને સુંદર ત્વચાને મહત્વ આપે છે. 2021 માં દિપ્તી શાહ દ્વારા સ્થપાયેલ, SOTE દ્વારા તૈયાર થતી દરેક પ્રોડ્ક્ટ ખૂબ જ  અસરકારક, કુદરતી અને ઉપયોગમાં સરળ હોય તેવી જ રીતે તૈયાર થાય છે. 

દિપ્તી શાહ બે દાયકા કરતા પણ વધુ સમયથી તેના મિત્રો અને પરિવાર માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવી રહ્યાં છે. પ્રકૃતિમાંથી જે જરૂરી છે તેનો ઉપયોગ કરીને સ્કીન કેરની એવી પ્રોડ્કટ તૈયાર કરાવામાં આવે છે. જે દરેક ઉમંરની વ્યક્તિ ખૂબ જ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. 

SOTE ની વિચારધારા ખૂબ જ સરળ  છે – તેઓ દરેક વયની વ્યક્તિને કુદરતી રીતે  સ્વચ્છ અને કોમળ ત્વચા સ્વભાવિક રીતે આપવામાં માને છે. આ બ્રાન્ડનું માનવું છે કે સ્વચ્છ સુંદરતા સરળ અને સુલભ હોવી જોઇએ. નેચરલ ઇન્ગ્રીડીયન્સ એ તંદુરસ્ત અને ચમકતી ત્વચા મેળવવા માટેની એક અદભુત ચાવી છે. 

બ્રાન્ડની વર્તમાન પ્રોડક્ટ અંગે વાત કરીએ તો ફેસ પેક, પ્રી-શાવર ક્રીમ, એલોવેરા ફેસ જેલ અને કોલ્ડ-પ્રેસ્ડ ફેશિયલ બદામ તેલનો સમાવેશ થાય છે. દરેક ઉત્પાદનને નાના બેચમાં બનાવવામાં આવે છે. જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે પ્રોડ્ક્ટ સાવધાની પૂર્વક તૈયાર કરવામાં આવે છે અને દરેક વસ્તુ કાળજી પૂર્વક ધ્યાન આપીને તૈયાર કરવામાં  આવે છે. સૌમ્ય અને પ્રભાવી બંન્ને પ્રકારના ઉત્પાદન બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરનાર સોતે પોતાના ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. જેઓ નેચરલ અને સાદગી પૂર્વક તૈયાર થયેલ પ્રોડ્ક્ટની પ્રશંસા કરતા હોય છે. 

તેથી, જો તમે કુદરતી સ્કિનકેર બ્રાન્ડ શોધી રહ્યાં છો જે નેચરલ ઇન્ગ્રીડયન્સ, સરળ સ્કીનકેર રૂટિન અને સ્થિરતાને મહત્વ આપતા હોય, તો SOTE – સૉલ્ટ ઑફ ધ અર્થ ચોક્કસપણે પ્રયાસ કરવા માટે યોગ્ય છે. જેઓ  મર્યાદિત શ્રેણીમાં ઉત્પાદન કરે છે અને તેમની દરેક પ્રોડ્ક્ટ ખૂબ જ કાળજીપૂર્વક અને વિગતવાર ધ્યાન સાથે બનાવવામાં આવે છે. સ્કીનકેરની દુનિયામાં સૌથી બેસ્ટ વિકલ્પ હોય તો તે સોત છે. સોત – સોલ્ટ ઓફ ઘ અર્થની ધીમી પરંતુ કુદરતી સોદર્ય તરફની સફરમાં જોડાવો અને તેના દ્વારા નેચરલ પ્રોડ્ક્ટ દ્વારા થતા ફાયદાનો અનુભવ કરો.

Leave a comment

This website uses cookies to improve your web experience.
Home
Account
Cart
Search