
મિડલાઇફમાં સુખી થવા માટે નવી તકોને ચાન્સ આપો…
મિડલાઇફ, જીવનનો એક એવો પરિવર્તનશીલ તબક્કો છે, જેમાં વ્યક્તિ તેના યુવાઅવસ્થાના રૂટિનથી સંક્રમણ થઇ ગયો હોય છે. યુવાઅવસ્થા માંથી વ્યક્તિ આ એજ સુધી પહોંચતા પહોંચતા ઘણા પરિપક્વ થઇ ગયા હોય છે. આ સંક્રમણની સાથે પોતાના જૂનૂન અને શોખને ફરીથી જાગૃત કરવું નવી ગતિવિધીઓની શોધ કરવાનો અવસર સૌને મળતો હોય છે. જેનાથી વ્યક્તિના જીવનમાં એક અલગ આનંદ અને ઉલ્લાસ લઇને આવે છે.
મિડલાઇફમાં આનંદ મેળવવા માટે સૌથી મહત્વની ચાવીઓમાંની એક એ છે કે તમારા એવી પ્રવૃત્તિઓનો સર્જન કરવું કે જેનાથી તમે તમારા માટે કંઇક કરી રહ્યાં છો તેવો આનંદ તમને થાય. જેમાં સગીંતના સાધન ઉપડાવાથી લઇને, ચિત્રકામ કરવું, ડાન્સ ક્લાસમા જવું વગેરે કંઇ પણ હોઇ શકે છે. પરંતુ આ બધામાં સૌથી મહત્વનું એ છે કે પ્રવૃત્તિ કંઇ પણ હોય પરંતુ તમે તમારા માટે કેટલો સમય કાઢો છો તે મહત્વનું છે પછી ભલે તે સમય માત્ર મિનિટોમાં જ કેમ ના હોય.
આ એજમાં આનંદ મેળવવા માટે બીજી ચાવી એ છે કે તમારે નવી એક્ટિવિટીની શોધ કરવાની છે. જેમાં તમારે નવા નવા શોખ શોધવાના, નવી નવી રમતો શોધો કે પછી ટ્રાવેલિંગ કરો કે જેના દ્વારા તમને આનંદ મળી રહે. આ બધી વસ્તુઓમાં સૌથી મહત્વની એ બાબત છે કે તમારે તમારા જીવનમાં એક એવુ પગથિયું ચડવાનું છે જે તમારા કમ્ફટઝોનથી અલગ છે.
કેટલાક લોકો આ મિડલએજમાં સેવાના કાર્યમાં જોડાઇ જતા હોય છે. જેમાં તેમને આનંદ પણ મળે છે અને તેમના આ સેવા કાર્યથી અને લોકોના જીવનમાં પણ એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. આવા કાર્યથી તેમની આસપાસની દૂનિયામાં પર પણ એક સકારાત્મક પ્રભાવ પડે છે.
આખરે, મિડલાઇફમાં આનંદ મેળવવાની મહત્વની ચાવી એ છે કે નવા અનુભવો માટે હંમેશા તૈયાર રહેવું જોઇએ. તમારા શોખને શોધવા માટે સમય કાઢો અને નવુ નવુ શીખવા માટે તૈયાર રહો. જેના દ્વારા તમે અર્થ પૂર્ણ જીવન બનાવી શકો છો.