
સમર વેલનેસ: ઉનાળા મા થતી સામાન્ય બીમારીઓ માટે કુદરતી ઉપચાર
ઉનાળા મા તાપ માં ઘણી બધી એવી નાની મોટી સમસ્યાઓ છે જેનો સામનો અપડે કરવો પડે છે. તેવી અમુક સામાન્ય બિમારીઓ માટે અહીં કેટલાક કુદરતી ઉપાયો આપેલ છે:
સનબર્ન: એલોવેરા એ એક કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી વસ્તુ છે જે સનબર્ન થયેલી ત્વચાને શાંત કરવામાં અને મટાડવામાં મદદ કરી શકે છે. ઝડપથી રાહત મેળવવા માટે એલોવેરા જેલને સીધી અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.
જંતુઓનુ કરડવું: લવંડર, ટી ટ્રી અને પેપરમિન્ટ જેવા એસેન્શીઅલ ઓઇલ જંતુના કરડવાથી અને ડંખથી થતી ખંજવાળ અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. નાળિયેર અથવા જોજોબા તેલ જેવા કેરિઅર ઓઇલ સાથે એસેન્શીઅલ ઓઇલના થોડા ટીપાં મિક્સ કરો અને અસરગ્રસ્ત વિસ્તાર પર સીધુ જ લગાવો.
ગરમીનો થાક: પુષ્કળ પાણી પીવું અને હાઇડ્રેટેડ રહેવું એ ગરમીના થાકને ઓછું કરવા માટેની ચાવી છે. તેના માટે નાળિયેર પાણી અથવા ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર પીણાં ખૂબ મદદ કરે છે.
એલર્જી: ક્વેર્સેટિન એ કુદરતી એન્ટિહિસ્ટેમાઈન છે જે એલર્જીના લક્ષણો જેમ કે છીંક આવવી, ખંજવાળ અને કન્જેશનને ઘટાડવામાં મદદ કરી શકે છે. સફરજન, બેરીસ, ડુંગળી અને પાંદડાવાળા ગ્રીન્સ જેવા ખોરાકમાં ક્વેર્સેટિન મળે છે અથવા તમે તેનું સપ્લીમેન્ટ પણ લઇ શકો છો.
પાચન સંબંધી સમસ્યાઓ: પેપરમિન્ટ ચા અસ્વસ્થ પેટને શાંત કરવામાં અને બ્લૉટિંગ તથા ગેસ ઘટાડવામાં મદદ કરી શકે છે. આદુ ઉબકાને શાંત કરવામાં અને પાચન સુધારવામાં અસરકારક છે.
આ કુદરતી ઉપાયોને તમારા સમર વેલનેસમાં સામેલ કરીને તમે સ્વસ્થ રહી શકો છો. કોઈપણ નવા ઉપાયો અજમાવતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવાનું ના ભૂલશો.