શેફાલી કોર કલેર
સ્ટોરી – 3 , બેગ્સ બાય વિદિશા દેસાઇ
બેગ્સ કે પછી પર્સ, જે સ્ત્રીના ઘરેણાં જેટલુ જ કિંમતી હોય છે. ઓકેશન પ્રમાણે કપડાની સાથેસાથે જ્વેલરી અને તેની સાથે સ્ટાઇલીશ પર્સની ડિઝાઇન પણ બદલાઇ જાય છે. બ્રાન્ડેડ પર્સનો ક્રેઝ આજે પણ છે પરંતુ હવે બ્રાન્ડની સાથે સાથે ડિઝાઇનર અને ટ્રેન્ડી પર્સનો ટ્રેન્ડ પણ આગળ વધી રહ્યો છે. ખાસ કરીને સમર સિઝનમાં ટ્રાવેલિંગ પર્પઝ અને જરૂરિયાત પ્રમાણે સ્પેશિયલ ટ્રેન્ડી ડિઝાઇનર પર્સ વધારે ચાલે છે.
અલગ અલગ ડિઝાઇન અને ટ્રેન્ડી પર્સ વાપરવાના શોખીન એવા વિદીશા દેસાઇ લેમોર નામની ડિઝાઇનર પર્સની બ્રાન્ડ સ્થાપિત કરી છે. લામોર બેગ્સ વેલ્વેટ, જ્યુટ, કોટન, પોલિએસ્ટર, TNT જેકાર્ડ ફેબ્રિકમાંથી બનાવવા આવે છે. આ અંગે લેમોરના ફાઉન્ડર વિદીશા દેસાઇ જણાવે છે કે, બેગ્સ ખરીદવાનો અને વિવિધ ડિઝાઇનર બેગ્સ વાપરવાનો મને ખૂબ જ શોખ છે. મારી પાસે બેગ્સનું કલેક્શન પણ ખૂબ જ છે. મારા શોખના લીધે જ મેં આ બ્રાન્ડ ઊભી કરે છે. અમારી પાસે સ્પેશિયલી ફેબ્રીકમાંથી જ તૈયાર થયેલી ટોટ બેગ, ડફલ બેગ, રાઉન્ડ સ્લિંગ બેગ, સ્ક્વેર સ્લિંગ બેગ, ક્રોસ બેગ, પાઉચ, વોલેટ જેવી 15 થી પણ વધારે ડિઝાઇનના બેગ્સ તૈયાર થાય છે.
ફેબ્રીકમાંથી જ બેગ બનાવવા પાછળનું ખાસ કારણ જણાવતા વિદિશા દેસાઇ કહે છે કે, લેધર બેગ અલગ અલગ બ્રાન્ડમાં ઘણા મળે છે. આ ઉપરાંત ફેબ્રીકમાં ડિઝાઇન અને સાઇઝમાં ઘણું વેરિએશન આપી શકાય છે. આ બ્રાન્ડની શરૂઆત કરતા પહેલા મેં ઘણું રિસર્ચ કર્યું છે. અલગ અલગ ક્લોથ્સ માંથી બેગ તૈયાર કરાવ્યા તેના રીવ્યુ લીધા પછી પ્રોડ્ક્શન સ્ટાર્ટ કર્યું. આ ઉપરાંત લેમોર દ્રારા જેટલી પણ પ્રીન્ટ અને ડિઝાઇન તૈયાર થાય છે તે દરેક મટીરીયલ્સ હું જાતે જ પ્રીન્ટ કરાવું છું. ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા અમારી પ્રોડ્કટને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વેકેશનમાં ડફલ અને ટોટ બેગ્સ સૌથી વધારે ચાલે છે. કારણ કે તેમા સ્ટફ વધારે સમાય છે. જેથી ટ્રાવેલિંગમાં તે વધારે સારું રહે છે. આ સાથે ક્રોસ બેગ પણ વધારે ચાલે છે. જે તે ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી તમે ફ્રીલી ફરી શકો તે માટે ક્રોસ બેગ્સ લોકો લગેજની સાથે જ લઇ જતા હોય છે.
ટોટ બેગ્સ … ટોટ બેગ ઓફિસ અને ટ્રાવેલિંગ પપર્સ માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. કારણ કે જેમાં એક લેડિઝ પોતાની જરૂરિયાતનો સામાન સરળતાથી રાખી શકે છે. ચાર્જરથી લઇને ગોગલ્સ, મેકએપ તથા ટ્રાવેલિંગ માટે જરૂરી ડેઇલી રૂટિન વસ્તુઓ પણ આ બેગમાં કેરી કરી શકાય છે. લેમોરનું આ પ્રિમિયમ ક્વોલિટીના કપડામાંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં પ્લેન અને પ્રીન્ટેડ બંન્ને ઓપ્શન અવેલબ છે.
ડફલ બેગ…જરૂરિયાત અને સુવિધાઓ સાથે આ ડફલ બેગ ડિઝાઇન કરવામાં આવી છે. પ્લેન અને પ્રિન્ટેડ પ્રિમિયમ ફેબ્રીકની સાથે લેધરનો પણ યુઝ કરીને આ બેગ તૈયાર કરવામાં આવે છે. ડફલ બેગમમાં શોર્ટ અને લોન્ગ સ્લિંગ બેલ્ટ પણ હોય છે. જેથી તમે ટ્રાવેલિંગમાં કે એરપોર્ટ પર સરળતાથી કેરી કરી શકો છો. ડફલ બેગ ખૂબજ સ્પેસિયશ હોવાથી તે ટ્રાવેલિંગમાં ખૂબ જ ઉપયોગી બને છે. તે ઉપરાંત આ બેગને લોકો જિમમાં લઇ જવાનું પણ ખૂબ જ પ્રિફેર કરતા હોય છે.
ક્રોસ બેગ… એડજેસ્ટેબલ શોલ્ડર સ્ટ્રીપ સાથે બનેલ આ ક્રોસ બેગ દરેક પ્રકારના ક્લોથ્સ સાથે ઇઝિલી મેચ થઇ જાય છે. સ્ટાઇલિશ અને ટ્રેન્ડી આ બેગ નાઇટ આઉટ, ડિનર, કે પછી મોલમાં જવા માટે આ બેગ સૌથી બેસ્ટ ઓપ્શન છે. મોબાઇલ, લિપસ્ટિક, સેનિટાઇઝર, ચાવી જેવી નાની જરૂરિયાતની વસ્તુઓ આ બેગમાં રાખી શકાય છે. લાસ્ટ મુવમેન્ટ પર જો બહાર જવાનું થાય કે પછી ફેમિલી ફ્રેન્ડ્સ સાથે મિટિંગ હોય તો તેના માટે આ બેસ્ટ ચોઇસ છે. પ્લેન ફેબ્રીકની સાથે સાથે એક્સક્લુઝિવ ટ્રેન્ડી પ્રિન્ટેડમાં પણ ક્રોસ બેગ સ્માર્ટ લૂક આપે છે.
રાઉન્ડ સ્લિંગ બેગ…તમારા વોર્ડરોબમાં રાઉન્ડ સ્લિંગ બેગ છે કે નહિં, નથી તો જલ્દી વસાવી લો. જે રૂટિન યુઝ માટે સૌથી સારું અને કમ્ફટેબલ છે. ડિઝાઇનર વેર, કેઝ્યુઅલ વેર ક્લોથ્સ સાથે એકદમ પરફેક્ટ મેચિંગ છે. આ બેગ તેના સુંદર લેધરના ફ્લાપ ના લીધે ખૂબ જ એટ્રેક્ટિવ લૂક આપે છે. તેથી યંગસ્ટર્સ ને કેરી કરવું ખૂબ જ ગમે છે.
કોમ્બો પાઉચ…ટ્રાવેલિંગમાં નાના નાના પાઉચની જરૂરિયાત સૌથી વધારે રહે છે. ખાસ કરીને મેકઅપ, દવાઓ, ટોયલેરી પ્રોડ્ક્ટ માટે તથા ઇમ્પોટન્ટ કાર્ડ અને પૈસા માટે પણ પાઉચની જરૂરિયાત રહે છે. પ્રિમિયમ ફેબ્રીકમાંથી બનેલા આ પાઉચ સ્ટાલીશ અને સુવિધાજનક છે. જે ટોટ બેગ કે સ્લિંગ બેગમાં સરળતાથી ફિટ થઇ જાય તેવી રીતે તેને બે અલગ અલગ સાઇઝ ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રાવેલિંગ માટેનું બેસ્ટ ઓપ્શન અને બધી જરૂરિયાતની વસ્તુઓ સંભાળીને ટ્રાવેલિંગમાં લઇ જઇ શકાય તેના માટે લેમોરના કોમ્બો પાઉચ બેસ્ટ ઓપ્શન છે.
સ્કેવેર સ્લિંગ બેગ… સ્ક્વેર શેઇપનું સ્લિંગ બેગ રૂટિન કરતા ડિફરન્ટ અને ક્લાસી ફબ્રીકમાં ઉપલબ્ધ આ સ્ક્વેર સ્લિંગ બેગ ફ્લેપ વાળી છે. જે તમારા સ્ટાઇલીશમાં વધારો કરશે. આ બેગને તમે ઓફિસ પર્પઝ માટે ખૂબ જ સારી રીતે યુઝ કરી શકો છો. તેમાં તમે તમારું આઇ પેડ, ટેબલેટ કે પછી નાની સાઇઝનું લેપટોપ પણ મૂકી ને યુઝ કરી શકો છો. આ સાથે સ્ટુડન્ટ્સ આ બેગને કોલેજમાં લઇ જવાનું પણ પસંદ કરે છે.
લેમોરના આ ટ્રેન્ડી બેગ્સ તમે તેમની વેબસાઇટ www.lamourstyle.com પર જઇને પણ ઓર્ડર કરી શકો છો.