શેફાલી કોર કલેર
સ્ટોરી -5, ફૂટવેર – સોલબે બાય યામા એન્ડ દર્શીની
પેસ્ટલ કલરથી લઇને ટ્રેન્ડી લૂકમાં કોલ્હાપુરી
ચંપ્પલ કેવા હોવા જોઇએ… પગમાં કંમ્ફટેબલ હોય એવા કે પછી ડ્રેસ સાથે મેચિંગ થાય તેવા. બંન્ને પ્રકારના. જેન્ટસ જ્યારે ચપ્પલની ખરીદી કરે છે ત્યારે તે કંમ્ફટનેસ વધારે જોવે છે. જ્યારે સ્ત્રીઓને કંમ્ફટનેસની સાથે સાથે, ડ્રેસ સાથે મેચિંગ પણ જોઇએ અને ખાસ ડિઝાઇનર વેર જોઇતા હોય છે. સમરમાં અને ખાસ કરીને ટ્રાવેલિંગમાં ફ્લેટ અને કંમ્ફટેબલ ફુટવેરની સ્ટાઇલ વધારે ચાલે છે. દર્શીની અને યામાએ પોતાના સોલબે સ્ટુડિયોમાં ખાસ કોલ્હાપુરી સ્ટાઇલના તૈયાર થયેલ ડિઝાઇનના 50 થી પણ વધારે કલર છે. જેમાં ડિફરન્ટ વેરાયટીની સાથે સાથે પેસ્ટલ કલરમાં પણ ટ્રેન્ડી લૂક આપતા કોલ્હાપુરી છે.
કોલ્હાપુરી સ્ટાઇલથી ઇન્સપાયર થઇને દર્શીની જોષી અને યામા પટેલે ફૂટવેર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું. તેમના સ્ટુડિયોમાં તૈયાર થતી દરેક ફૂટવેટ ડિઝાઇન લેધરમાંથી નહિં પરંતુ પીયું મટિરિયલ્સ માંથી બને છે. લેધરમાં ગરમી વધારે લાગે છે જ્યારે પીયુ મટિરિયલ્સ લેધર કરતા વધારે ક્મ્ફટેબલ હોય છે. તેવું જણાવતા સોલબે બાય યામા એન્ડ દર્શીનીના ફાઉન્ડર યામા પટેલ એન્ડ દર્શીની જોષી જણાવે છે કે, અત્યારે ફ્લેટ ચપ્પલ વધારે ટ્રેન્ડમાં છે. કોલ્હાપુરી સ્ટાઇલ અમદાવાદમા બહું જ ઓછી જોવા મળે છે. આ માટે અમે તેના પર કામ શરૂ કર્યું. ફ્લેટ કોલ્હાપુરી અમારી પાસે ડાર્ક અને પેસ્ટલ કલરમાં બારેમાસ મળી રહે છે. આ સિવાય ફેસ્ટિવલ પ્રમાણે અમે નવી નવી ડિઝાઇન લોન્ચ કરીએ છીએ. આમારા દરેક ફૂટવેરમાં યુઝ થતા પ્રીન્ટેડ મટિરિયલ્સ પણ અમે જાતે પ્રીન્ટ કરાવીએ છીએ. આ ઉપરાંત દરેક ફૂટવેરમાં જે સોલ યુઝ થાય છે તે નોન સ્લીપી હોય છે. અમે દરેક કસ્ટમરની ડિંમાન્ડ પ્રમાણે તેને કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ.
ડિફરન્ટ ડ્રેસીસની સાથે ડિફરન્ટ ફૂટવેર પણ ફેશનનો એક પાર્ટ છે. સિમ્પલ ફ્લેટ ચંપલથી લઇને હિલ્સ, પેન્સિલ હિલ્સ, ફ્લેટ, પેન્સિલ પ્લેટફોર્મ, બ્લોક પ્લેટફોર્મ જેવા અનેક પ્રકારના ડિઝાઇન ફુટવેર સ્પેશિયલ કસ્ટમાઇઝ થાય છે.
સતરંગી કલેક્શન…. સાત પેસ્ટલ કલરમાં તૈયાર થયેલ આ ફ્લેટ કોલ્હાપુરી છે. સમર અને ટ્રાવેલિંગ માટે સૌથી બેસ્ટ ચોઇસ છે. કારણ કે રફ એન્ડ ટફ તેનો યુઝ કરી શકાય છે. આ ઉપરાંત દરેક પ્રકારના ક્લોથ્સ સાથે તે પરફેક્ટ મેચ થઇ જાય છે. હેન્ગઆઉટથી લઇને શોપિંગમાં કે ડિનરમાં જવું છે તો સતરંગી કલેક્શન પરેફેક્ટ રહેશે.
ક્લાસિક વેર…. સતરંગીની જેમ ક્લાસિક વેર પણ ફ્લેટ હિલમાં હોય છે, પરંતુ તે ડાર્ક કલરમાં એવેલેબલ હોય છે. આ પેર્ટન ડે ટુ ડે વેર માટે છે. જેની સ્ટાઇલ અને બેલ્ટ બીજી ડિઝાઇન કરતા થોડી ક્લાસી હોય છે. જેમાં સાઇડ બેલ્ટમાં પ્રીન્ટેડ પોર્શન પણ આવે છે. આ સાથે તેના ઉપરનો બેલ્ટ અને સાઇડનો પ્રીન્ટેડ બેલ્ટ મેચિંગ પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરાવી શકાય છે.
સુનેરી – પાર્ટી વરે છે. હિલ્સ પ્રમાણે કમ્ફટેબલ હોય છે. ડિઝાઇર વનપીસ માટે એકદમ પરફેક્ટ મેચિંગ ફૂટવેર છે. સમર પાર્ટી કે ડિનરમાં પણ પહેરી શકાય છે. જેની હિલ્સમાં અલગ અલગ પ્રીન્ટેડ ફેબ્રીક યુઝ કરવામાં આવે છે. આ ફેબ્રીક પટોળા પ્રીન્ટ કે ગજીમાં પણ હોય છે. આ ઉપરાંત કસ્ટમરની ડિમાંન્ડ પ્રમાણે મેચિંગ ફેબ્રીક પણ લગાવી શકાય છે.
રેટ્રો – વેડિંગ અને પાર્ટી વેરના ફૂટવેર છે. જે સિલ્વર બેઇઝ હોય છે. ટ્રાવેલિંગમાં ગયા હોવ અને નાઇટ પાર્ટી માટે જવાનું હોય ત્યારે આ પ્રકારના રેટ્રો કોલ્હાપૂરી જરૂર પહેરવા જોઇએ. જે બોલ્ક હિલ હોવા છતાં પણ પગનો દુખાવો ના થાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. ડિઝાઇનર વેસ્ટર્ન આઉટફીટ સાથે પણ મેચ થાય છે.