શેફાલી કોર કલેર
ફ્લેમિંગો સાથે પ્લાન કરો વેકેશન
વેકેશન અને ફ્લેમિંગો એટલે એક યાદગાર સફરનામુ…
ફેમિલી ટ્રીપની વાત કરવામાં આવે તો ઉનાળાનું વેકેશન આ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આખા વર્ષની મહેનત કરીને થાકેલા વિદ્યાર્થીઓ અને તેમની પાછળ દોડતી મમ્મીઓને ચેન્જ મળી રહે તે માટે શાંતીની પળો માત્ર ને માત્ર વેકેશનમાં જ મળે છે. ઉનાળાની શરૂઆત અને કામની વ્યસતાથી દૂર,મોટાભાગના લોકો વેકેશનમાં એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે. જ્યાં તેમને માત્ર શાંતિ જ નથી મળતી, પરંતુ તેઓ આરામથી થોડી ક્ષણો પણ વિતાવી શકે છે. જો તમે પણ આ ઉનાળાની ઋતુમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ આર્ટિકલ્સ ખાસ તમારા માટે જ છે. લાબું વેકેશન પ્લાનિંગ કરવું છે, માત્ર ચાર પાંચ દિવસનું પ્લાનિંગ કરવું છે, કે પછી માત્ર આઠ થી દસ દિવસમાં વિદેશ ફરીને આવવું છે, આવી ઘણી બધી મુઝવણો ટ્રાવેલિંગને લઇને હોય છે. ભારતમાં ફરવા માટેનો ઘણો મોટો ખજાનો છે પણ આ વર્ષે તો વિદેશ ટુર જ મારવી છે. વેકેશનના પ્લાનિંગની દરેક મુઝવણો આજે તમારી દૂર થવાની છે.
કોરોના પછી ટ્રાવેલિંગનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. દરેક લોકોને પોતાના બજેટ પ્રમાણે ક્યાંક તો જવું જ છે. આ અંગે વાત કરતા ફ્લેમિંગો ટ્રાન્સવર્ડ પ્રાઇવેટ લીમીટેડના મેનેજર કેતિકા શાહ જણાવે છે કે, હું 21 વર્ષથી આ કંપની સાથે જોડાયેલી છું. પરંતુ સૌથી વધારે બદલાવ મેં કોવિડ પહેલા અને કોવિડ પછી વધારે જોયો છે. કોવિડ પહેલા કસ્ટમરની ડિમાંન્ડ ફૂલ ફીલ કરવા માટે સામે સપ્લાયર્સનો પણ એટલો જ રિસપોન્સ મળી રહેતો હતો. જ્યારે કોવિડ પછી ટ્રાવેલ કરતા લોકોની સંખ્યા વધી ગઇ છે. જેની સામે એરલાઇન્સની ઇન્વેનટરી નથી. કેટલીક હોટલો કોવિડમાં બંધ થઇ ગઇ છે, જ્યારે તેની સામે કોવિડ પછી ટ્રાવેલિંગ કરતા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. જેથી હોટલ્સ રૂમ પણ એવેલેબલ હોતા નથી. આ બધા કારણોને લીધે દરેક વસ્તુના ભાવ ખૂબ જ વધી ગયા છે. પરંતુ દરેક લોકોને આ સિનારિયોમાં પણ ટ્રાવેલિંગ કરવું જ છે. પેકેજ ખૂબ જ હાઇ થઇ ગયા છે. પરંતુ સમર વેકેશન તો કરવું જ છે. ખાસ કરીને આ વખતના સમર વેકેશની વાત કરીએ તો ભારત અને ભારતથી નજીકના ડેસ્ટિનેશન વધારે ડિમાંન્ડમાં છે.
ફ્લેમિગો ટ્રાનસવર્ડના કેતિકા શાહ સમરના ખાસ ડિમાન્ડિંગ ડેસ્ટિનેશન અંગે વાત કરી રહ્યા છે.
ડોમેસ્ટીક લેવલ પર બરફની મજા માણવા નોર્થ ઇન્ડિયા ડીમાંન્ડમાં…..દસ થી બાર દિવસની ટ્રીપનું પ્લાનિંગ કરવું છે અને સાથે સાથે અમદાવાદની ગરમીથી દૂર જવું છે તો તેવા લોકો કાશ્મીર, લેહ, સિક્કિમ, હિમાચલ પ્રદશે તથા ઉત્તરાચલ જવાનું વધારે પસંદ કરે છે. જ્યારે જેઓ લક્ઝરી જોઇએ છે તેઓ કેરલાને પ્રાયોરીટી આપે છે. ફેમિલી અને ગ્રૂપ સાથે આ ડેસ્ટિનેશનની ડિમાંન્ડ આ સમર વેકેશનમાં સૌથી વધારે છે. જ્યારે જે લોકોનું લાસ્ટ મિનિટનું પ્લાનિંગ થાય છે તેવો લોકો ગોવા તથા રાજસ્થાનને પ્રાયોરીટી આપે છે. પચાસ હજારથી એક લાખ સુધીમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ થાય છે.
શોર્ટ બજેટમાં ઇન્ટરનેશન ટુરની મજા…
વિયેતનામ – ઓછા સમયમાં ઇન્ટનેશનલ ટ્રાવેલિંગ ઇચ્છતા લોકો માટે ખાસ અમદાવાદથી વેયેતનામની વિયેત જેટ ફ્લાઇટ શરૂ થઇ છે. જે વિયેતનામના કેપિટલ હનોઇ અને અન્ય એક સિટિ સાઇગોન સુધી ડાયરેક્ટ ફ્લાઇટ જાય છે. આ બંન્ને સિટીમાં જોવા જેવા અનેક પ્લેસ છે. બીચ, હિલ સ્ટેશન, શોપિંગ માટે વેરાયટી, ફૂડ પણ સારું મળી રહે છે. આ માટે વેકેશનમાં ફેમિલી સાથે એન્જોય કરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. શોર્ટ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં 30 ટકા લોકો અહિંયા જવાનું પસંદ કરે છે. આ ડેસ્ટિનેશન માટે પર પર્સન 1.50 લાખ જેટલો ખર્ચ થાય છે.
બાલી – મોર્ડન ગોવા તરીકે ઓળખાતું ઇન્ડોનેશિયાનું બાલી ફેમીલી અને હનીમુન કપલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહિયા મોટા ભાગે લોકો પુલ વિલા વધારે પસંદ કરે છે. લક્ઝરિ લાઇફ સ્ટાઇલની વાત કરીએ તો બાલીનું સ્પા સૌથી ફેમસ છે. ઘણાં લોકો સ્પા માટે પણ બાલી જવાનું પસંદ કરતા હોય છે. આ ઉપરાંત બાલીના બીચ પર વોટર સ્પોટ્સ પણ કરતા હોય છે.
સિંગાપુર- મલેશીયા અને ક્રુઝ….. આ વેકેશનમાં શોર્ટ ઇન્ટરનેશનલ ડિસ્ટન્સસમાં સૌથી વધારે રસ આ સેક્સશનમાં છે. સિંગાપુરમાં સિંગાપુર સિટી અને મેલેશિયામાં ક્વોલાલંપુર અને જેન્ટીગ હાઇલેન્ડ વધારે ફેમસ છે. જ્યારે ક્રુઝ સિંગાપુરથી ઉપડે છે. આ ફ્લોટિંગ રિસોર્ટની મજા બે રાત અને ત્રણ દિવસ સુધી લઇ શકાય છે.
લોન્ગ ડેસ્ટિનેશન માટે યુરોપ અને સાઉથ આફ્રીકા…. વીસ – પચ્ચીસ દિવસનો લાંબા ગાળાનું વેકેશન માણવા માટે યુરોપ, અમેરિકા, કેનેડા તથા સાઉથ આફ્રીકા આ સમર વેકેશન માટે હોટ ડિમાંન્ડમાં છે. જેમાં સૌથી વધારે લોકો યુરોપ પસંદ કરે છે. કારણ કે યુરોપમાં વિઝા જલદી અવેલેબલ થઇ જતા હોય છે.
પહેલા ઇન્સપેક્શન અને પછી કસ્ટમરને સજેશન…. ટ્રાવેલિંગમાં હવે દર વર્ષે નવા નાવ પ્લેસ જે તે દેશની ગર્વમેન્ટ દ્વારા ડેવલપ કરવામાં આવે છે. આ ઉપરાંત નવી નવી હોટલો પણ ખૂલતી હોય છે. જે તે માટે કંપની દ્વારા વર્ષમાં પાંચ થી છ ઇન્સપેક્શન ટુર પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. જે તે ટ્રાવેલ એજન્ટ જે તે દેશની હોટલ અને ન્યૂ ડેવલપમેન્ટની ચકાસણી પહેલા પોતે કરે છે અને પછી જ પોતાના કસ્ટમરને સજેસ્ટ કરે છે. આથી જે કસ્ટમર વારંવાર જે તે પ્લેસ પર જતા હોય તો તેમને દર વખતે નવીનતા જોવા મળે તેવો પ્રયાસ ફ્લેમિંગો દ્વારા કરવામાં આવે છે.
ઇન્ડિવિઝ્યુલ ટુરનો વધતો ક્રેઝ…. કેતીકા જણાવે છે કે, ફ્લેમિગો ટ્રાન્સવર્ડમાં ગ્રૂપ ટુર અને ઇન્ડિવિઝ્યુઅલ ટુરના ડિપાર્ટમેન્ટ અલગ જ રાખવામાં આવ્યા છે. કોવિડ પછી ઇન્ડિવિઝ્યુઅલ ટુરનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. લોકોને પોતના ગમતા પ્લેસ માટે અમે કસ્ટમાઇઝ કરીને બેસ્ટ પેકેજ આપીએ તેમા વધારે રસ છે. તેઓ આઉટ ઓફ ધ બોક્સ એક્સપ્રિયન્સ કરવા માંટે આ પ્રકારનની ટુરનો આગ્રહ વધારે રાખે છે.