કુદરતી સાનિધ્યનો એહસાસ એટલે “ધરતીનું સ્વર્ગ” આપણું કાશ્મીર
ગુજરાતની કાળઝાળ ગરમીથી કંટાળી લોકો બરફીલા રાજ્યોમાં વેકેશનની મજા માણવાનું પ્લાનિંગ કરતા હોય છે. આ વકેશનમાં કુદરતી સાનિધ્યનો એહસાસ કરાવતું એટલે ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની વદીઓમાં અમદાવાદીઓનો ઘસારો વધારે છે. જ્યારે બીજી તરફ ભક્તિના ધામમાં એટલે ચારધામની જાત્રા કરનાર લોકો પણ છે. કાશ્મીર, સિક્કિમ, દાર્જીલિંગ તથા ચારધામની જાત્રાનું બેસ્ટ આયોજન કરી આપતા અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લી. પ્રવાસીઓને બેસ્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે સજ્જ થઇ ગયા છે.
વેકેશનમાં ફરવા જવાની તૈયારી થઇ કે નહિં, જો ના થઇ હોય તો અખિલભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તમારા વેકેશનનું સુંદર પ્લાનિંગ કરી આપશે. આ ઉનાળાના વેકેશનમાં કાશ્મીર અને ચારધામની જાત્રા તરફ લોકોનો ઘસારો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. તે અંગે વાત કરતા અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજીંગ ડિરેક્ટર મયંકભાઈ પટેલ જણાવે છે કે, આ વખતે કાશ્મીર બાજું લોકો વધારે જઇ રહ્યાં છે. ગુજરાતની ગરમીથી લોકો કંટાળી ઠંડા પ્રદેશો તરફ લોકોનો ઘસારો વધારે છે. 7 થી 10 દિવસની ટુરમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ જેવી સુંદર જગ્યાએ લોકો ફરતા હોય છે. કાશ્મીરની સુંદરતા ધરતી પર સ્વર્ગનો એહેસાસ કરાવે છે. આ સિવાય સિક્કિમ, દાર્જિલિંગ બાજું પણ લોકો વધારે જઇ રહ્યાં છે.
ગ્રૂપ ટુરનો ક્રેઝ ઓછો અને ફેમિલી ટુરનો ક્રેઝ વધ્યો….
ગુજરાતીઓના પ્રવાસ અંગેના વિચારોને જણાવતા મયંકભાઈ કહે છે કે, કોરોના પહેલા લોકો ગ્રૂપ ટુરમાં જવાનું પસંદ કરતા હતાં. અમે પણ ગ્રૂપ ટુરનું જ આયોજન વધારે કરીએ છીએ. પરંતુ કોરોના પછી લોકોને ફરવા તો જવું છે પણ સમૂહમાં નથી જવું. આ માટે હવે ફેમિલી પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણાં લોકો નજીકના ડેસ્ટિનેશન માટે સેલ્ફ ડ્રાઇવ કરીને પણ જતા રહેતા હોય છે.
આ વેકેશન ભક્તિનાધામમાં….
ગરમીના દિવસોની શરૂઆત અને સાથે સાથે વેકેશનની પણ શરૂઆત. ફરવા માટે અનેક જગ્યાઓ નક્કી કરવી પડે છે. પરંતુ ભક્તિ માટે કોઇ ડેસ્ટિનેશન હોતું જ નથી. બસ ભક્તિ કરવી છે તો ચારધામ જેવી બીજી કોઇ જગ્યા હોય જ નહિં. આ અંગે મયંકભાઈ પટેલ જણાવે છે કે, આ વર્ષે વેકેશનમાં ચારધામની જાત્રાનો ક્રેઝ લોકોમાં વધારે છે. કારણ કે ચારધામની જાત્રાની સાથે સાથે અહિયા કુદરતી સાનિધ્યની મજા પણ લોકોને માણવા મળે છે. ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જવા માટે લોકો ઘણા ઉત્સાહિ છે. ચાર ધામની જાત્રાનું બુકિંગ ખૂબ જ થઇ રહ્યું છે. ચાર ધામ માટે લોકો અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને વધારે પસંદ કરે છે કારણ કે અમારા ટુર મેનેજર ઘણાં અનુભવી હોય છે. કોઇ કારણસર જો ચાર ધામનો રસ્તો બંધ થાય તો તેના બદલે બીજો કયો રસ્તો લઇને પ્રવાસીઓને ચારધામ પૂરી કરાવી અમારી પ્રથમ પ્રાયોરીટી હોય છે. આ ઉપરાંત અમારા કસ્ટમરને કોઇ પણ તકલીફ પડે અને ત્યાંથી પણ જો અમને ફોન કરે તો અમે તાત્કાલિક તેમની દરેક જરૂરિયાત પૂરી કરવાની કોશિશ કરીએ છીએ.
1950થી ચાલતી અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મયંકભાઈના દાદાએ શરૂ કર્યું હતુ આજે મયંકભાઈ અને તેમના ભાઈ બંકિમભાઈ અને તેમના પણ બાળકો જોડાયેલા છે. ચાર પેઢીથી ચાલતા આ બિઝનેસમાં કસ્ટમરને બેસ્ટ સર્વિસ આપવી તે સૌથી મોટી પ્રાયોરીટી છે. મંયકભાઈ કહે છે કે, દરેક ટુરમાં ફૂડ અને રહેવા માટે બેસ્ટ હોટલ આ બે બાબત સૌથી મહત્વની હોય છે. અમે અમારા કસ્ટમરને બસ આ બે બાબતમાં કોઇ તકલીફ ના પડે તેના માટે સતત કાર્યરત રહીએ છીએ.