
Published in:
રિલેશનશીપ
દાદા – દાદી, નાના – નાની શીખવાડે છે જીવનના પાઠ
જીવનના સૌથી સારા શિક્ષક દાદા- દાદી તથા નાના- નાની કહેવાય છે. જેમની પાસે પુસ્તકીયા જ્ઞાનની સાથે સાથે જીવનના અનુભવોનું પણ જ્ઞાન હોય છે. જે અનુભવોના પાઠ તેઓ પોતાના બાળકોને એવી રીતે આપે છે કે જેથી બાળકો તેમના જીવનમાં સફળતા મેળવી શકે અને ભવિષ્યમાં સફળ જીવન જીવી શકે. દાદા- દાદી તથા નાના –નાનીના સાનિધ્યમાં તમે બાળકોને જીવનના આ મહત્વપૂર્ણ પાઠ શીખવાડી શકો છો.
- મૂલ્ય અને નૈતિકતાના પાઠ…જે ઘરમાં પેરેન્ટ્સ વર્કિગ હોય છે ત્યાં ઘરના વડિલો જ પોતાના પ્રેમ અને હુફની છત્ર છાયામાં બાળકોની દેખરેખ કરતા હોય છે. તેઓ બાળકોના વ્યવહાર પર ધ્યાન આપતા હોય છે અને જ્યાં બાળક કંઇક ખોટું કરે છે ત્યાં તેની ભૂલ સુધારે છે અને સારા વર્તાવ પર પ્રસંશા પણ કરે છે. મૂલ્ય અને નૈતિકતાના પાઠનો મુખ્ય પાયો તેમના દ્વારા જ નાખવામાં આવે છે.
- કલ્પનાશક્તિમાં વધારો થવો… દાદા – દાદી, નાના- નાનીને બાળકોને તેમના જીવનના કિસ્સા સંભળાવવામા ખૂબ જ રસ હોય છે અને બાળકોને તે સાંભળવું પણ ગમે છે. જેનાથી બાળકોની સાંભળવાની ક્ષમતા અને કાલ્પનીકશક્તિમાં પણ વધારો થાય છે. જેની સાથે સાથે બાળકોને નકારાત્મક વસ્તુઓની પણ સમજ આવે છે.
- સાહનુભૂતિની ભાવના… બાળકોને એક બાબત ખાસ સમજાવવી જરૂરી હોય છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાને બીજાની જગ્યા પર રાખીને વિચારે. આ બાબત બાળકો જેટલું જલ્દી શીખી લેસે તેટલું તેમના માટે સારું રહેશે. અને આવી બધી બાબતો ઘરના વડિલો પાસેથી જ શીખવા મળે છે.
- વ્યવહારિક જ્ઞાન… વ્યવાહરિક અનુભવ જીવન નિર્માણનું જે કાર્ય કરે છે, તે ઔપચારિક શિક્ષા દ્વારા મળતું નથી. ઘરના વડિલો પાસેથી બાળકોને આ પ્રકારનું વ્યવહારિક જ્ઞાન શીખવા મળે છે. જેના દ્વારા તેમને જીવનના નૈતિકતાના પાઠ શીખવા મળે છે. જેનાથી બાળક એક જવાબદાર નાગરીક બને છે.
- અનુશાસન… કેટલીક વાર બાળકો માતા – પિતાની વાત માનતા નથી પરંતુ દાદા- દાદી અને નાના- નાનીની વાતને ક્યારે પણ નકારતા નથી. તેમના પ્રેમને કારણે બાળકો અનુશાસન સારી રીતે શીખી શકે છે. ઘરના વડિલો ખૂબ જ સરળતાથી બાળકોના વ્યવહારમાં બદલાવ લાવી શકે છે. ડર વગર શીખવાડવામાં આવતા અનુશાસનની આદતો તેમને એક સારા વ્યક્તિ બનાવે છે.