Skip links

40ના દાયકામાં નવા પડકારો અને સમાધાન માટે તૈયાર રહો

જેમ જેમ આપણી ઉમર વધતી જાય છે, તેમ તેમ આપણા સંબંધો પણ વિકસિત થતા જાય છે અને બદલાતા જાય છે. 40 ના દાયકામાં સંબંધોને નેવિગેટ કરવાથી નવા નવા પડકારો પણ સામે આવે છે. જે આપણાં જીવનમાં પહેલા ક્યારે પણ ના આવી હોય તેવી ચેલેન્જો પણ સામે આવે છે. જેના માટે થોડા પ્રયત્નો જરૂરી હોય છે જેના દ્વારા ઉકેલ પણ શોધી શકાય છે. 

આ ઉમંરમા સૌથી મોટી ચેલેન્જ હોય છે કે તમારે તમારા જીવસસાથી  માટે સમય કાઢવો. કામમાં વ્યસ્તતા, બાળકો તથા અન્ય જવાબદારીમાંથી પાર્ટનર માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કિલ હોય છે. સમયના અભાવને કારણે જ એક બીજાની ઉપેક્ષા થાય છે અને વાતવરણ ગુસ્સામાં પરિવર્તિત થઇ જાય છે. આ બધાનું એક જ સોલ્યુશન છે કે તમારે તમારા સંબંધોને પ્રાથમિકતા  આપવી જોઇએ અને એક બીજાને પૂરતો સમય આપવો જોઇએ. જો વીકમાં માત્ર એક વાર પણ તમે જો  તમારા જીવનસાથીને સમય ફાળવી શકતા હોવ તો પણ તે સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપી શકે છે.  

જ્યારે બીજો સૌથી મોટો પડકાર વૃદ્ધ  માતા પિતા સાથેનો વ્યવહાર. જેમ જેમ આપણા માતા – પિતાની ઉંમર વધતી જાય છે, તેમ તેમ તેમનું ધ્યાન અને દેખરેખની આવશ્યકતા પણ વધતી જાય છે. જેનાથી તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પણ તણાવ આવી શકે છે. ખાસ કરીને જ્યારે તમારા જીવનસાથીને એમ લાગતું હોય કે માતા – પિતાની દેખરેખ એક મોટો બોજો છે. તેવા સંજોગોમાં જીવનસાથી સાથે ખુલીને વાત કરો. માતા પિતાને બોજ ગણ્યા વગર તેમના કામ બંન્ને ભાગીદાર સરખે ભાગે વહેચી દો. જેનાથી તમારા જીવનમાં પણ શાંતી જળવાઇ રહેશે.  

આ ઉપરાંત ઉંમર વધવાની સાથે સાથે શારિરીક બદલાવ પણ આપણા સંબંધોને અસર કરી શકે છે. જેમ – જેમ વૃદ્ધત્વ આવે છે તેમ તેમ આપણા શરીરમાં પણ ઘણાં બદલાવ આવતા હોય છે. આ ઉપરાંત આપણી કામવાસનામાં પણ ઉતાર ચઢાવ આવતા હોય છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમારી ઇચ્છાઓ અને જરૂરિયાત અંગે તમે તમારા જીવન સાથી સાથે ખુલીને ચર્ચા કરો.  

આ બધા પડકારો હોવા છતાં, 40 ના દાયકામાં સંબંધો નેવિગેટ કરવામાં મદદ કરતા કેટલાક ઉકેલો છે. એકસાથે સમયને પ્રાધાન્ય આપવું, પડકારો વિશે ખુલ્લેઆમ વાતચીત કરવી અને એકબીજાને સમજવા અને સહાયક બનવાથી બધો ફરક પડી શકે છે. એ યાદ રાખવું પણ અગત્યનું છે કે સંબંધોમાં મહેનત અને પ્રયત્નો જરૂરી છે.

Leave a comment

This website uses cookies to improve your web experience.
Home
Account
Cart
Search