
બિઝનેસ વધારો સોસિયલ મિડિયા માર્કેટિંગ દ્વારા
ટેકનોલોજીના યુગ સોસિયલ મિડીયા પર માર્કેટિંગનો ટ્રેન્ડ ખૂબ જ તેજીથી વધી રહ્યો છે. આજના યુગમાં બિઝનેસને આગળ વધારવા માટે સોસિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા દરેક વ્યક્તિ પોતાના બિઝનેસને દેશ- દુનિયાના ખૂણે ખૂણે લઇ જઇ શકે છે. જેના માટે કેટલાક મહત્વના મુદ્દાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કેટલાક લોકો પોતાના બિઝનેસની વેબસાઇટ બનાવીને તેને પોતાના વિઝિટિંગ કાર્ડ પર છપાવી દેતા હોય છે. પરંતુ શું માત્ર વેબસાઇટ બનાવી દેવી એટલું ઇનફ છે, ના, કારણ કે વેબસાઇટને રેગ્યુલર અપડેટ કરવી તથા તેના પર તમારી પ્રોડ્ક્ટના ફોટોગ્રાફ તથા વિડિયો જેતે પ્રોડ્કટ અંગેની માહિતી આપવી પણ જરૂરી હોય છે. આ ઉપરાંત તમારી કોઇ વેબસાઇટ છે તેને પણ પ્રમોટ સોસિયલ મિડીયાના માધ્યમ દ્વારા જ કરવામાં આવે છે. ઓનલાઇન સોસિયલ મિડિયાના માધ્યમ દ્વારા બિઝનેસને કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે કેટલીક જરૂરી માહિતી અહિયા આપવામાં આવી છે. ઓનલાઇન બિઝનેસને કેવી રીતે આગળ વધારવો તેની કેટલીક મહત્વની ટીપ્સ…
- શરૂઆત પ્લાનિંગથી કરો… સોસિયલ મિડિયા પર માર્કેટિંગ કેવી રીતે કરવું તે અંગેની પણ કેટલીક સંસ્થાઓ કાર્ય કરે છે. જેઓ તમને તમારી પ્રોડ્કટ પ્રમાણે તમારે કયા પ્રકારની સોસિયલ સાઇટનો ઉપયોગ કરીને આગળ વધવું જોઇએ, તથા તમારી પ્રોડ્ક્ટ અંગેની જાણકારી લઇને સોસિયલ મિડીયાના દરેક માધ્યમમાં માર્કેટિંગ કરી આપે છે. ક્યાં કેવી રીતે તમારી પ્રોડ્ક્ટનું પ્રમોશન કરવું તે અંગે સુનિશ્ચિત કરે છે. સોસિયલ મિડીયામાં તમારું પેજ ડિઝાઇનિંગ કરી આપે છે.
- તમારા ગ્રાહકો વિશે જાણો…તમારા ગ્રાહકો કયા છે, કેટલી ઉંમરના છે, તેઓ કયા પ્રકારની પ્રોડ્કટની શોધમાં છે. સોસિયલ મિડિયાની કઇ સાઇટ પર તેમને સૌથી વધારે ભરોસો છે. આ પ્રકારની માહિતી સોસિયલ મિડિયામાં પોતાની પ્રોડ્ક્ટનનું માર્કેટિંગ કરતા પહેલા અચુક જાણી લેવી જોઇએ. આ ઉપરાંત તમે જે ગ્રાહક સુધી પહોંચવા માંગો છો તે કઇ સોસિયલ સાઇટનો સૌથી વધું ઉપયોગ કરે છે તે પણ જાણવું સૌથી મહત્વનું છે.
- બિઝનેસ બ્લોગ બનાવો… ઓનલાઇન માર્કેટિંગની સૌથી મહત્વની ટીપ છે તમારી વેબસાઇટ પર તમારા બિઝનેસનો બ્લોગ તૈયાર કરો. તમે જે પણ પ્રોડ્કટનું વેચાણ કરી રહ્યાં છો, તેનો મતલબ એ છે કે તમારી પાસે એ પ્રોડ્ક્ટનું પુરે પુરુ જ્ઞાન છે. જે તે પ્રોડ્ક્ટનુ ઉત્પાદન અને બજારનું ઊંડું જ્ઞાન તમે ધરાવો છો. તમારી પાસે તમારા પ્રોડ્ક્ટનું જ્ઞાન ધરાવતા નિષ્ણાતોની ટીમ પણ હોવી જોઇએ જે તમને બજારનો રીવ્યું આપતા રહે. આ જ બધી બાબતો તમારે તમારા બ્લોગ પર લખવાની હોય છે. જેથી તમારી વેબસાઇટ જોનાર વ્યક્તિ જે તે પ્રોડ્ક્ટ અંગે માહિતગાર થાય અને તમારી પાસેથી જ એ પ્રોડ્ક્ટ ખરીદવાનો આગ્રહ રાખે.
- સોસિયલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કરો… વેબસાઇટ બાદ તમારું બીજુ સ્ટેપ સોસિયલ મિડીયા જેમ કે ફેસબૂક , ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વીટર જેવી સોસિયલ મિડિયાની વિવિધ સાઇટ પર તમારું બિઝનેસ એકાઉન્ટ ખોલો. જેને તમારી પ્રોડ્ક્ટના ફોટા અને વિડીયો દ્વારા રેગ્યુલર અપડેટ કરો. જેથી તમારી દરેક નવી પ્રોડ્ક્ટ વિશેની માહિતી તમારા કસ્ટમર સુધી પહોંચતી રહે. આ ઉપરાંત તમે સોલિયલ મિડીયામાં પેઇડ પ્રમોશન એડ પણ કરાવી શકો છો. જો તમારી પાસે વધારે બજેટ હોય તો તમે ડિસપ્લે એડ પણ કરી શકો છો. જેના માટે તમે ગુગલ એડવર્ડસ અને ટાઇમ્સ ઇન્ટરનેટ જેવા એડ ડિસપ્લે નેટવર્કમાં જોડાઇ શકો છો. આ નેટવકર્સ તમારી જાહેરાતને અનેક સોસિયલ સાઇટ પર ડિસપ્લે કરે છે. જેના પરથી ગ્રાહક તમારી જાહેરાત પર ક્લિક કરીને તમારી વેબસાઇટની પણ વિઝીટ કરી શકે છે.
- વિડીયો ખાસ અપલોડ કરો… અત્યારના યુગમાં લોકોને ઘરે બેઠા જ દરેક પ્રોડ્ક્ટની જાણકારી મેળવી લેવી હોય છે. આ માટે ખાસ તમારી પ્રોડ્ક્ટને અનુરૂપ યોગ્ય વિડિયો બનાવો. આ વિડીયોમાં તમારા પ્રોડ્ક્ટ વિશેની જેટલી વધું બને એટલી જાણકારી શેર કરો. ફ્રી વિડીયો એડિટિંગ એપ્સ પણ આવે છે. જેમાં તમે વિડિયો એડિટ કરી શકો છો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ટાઇટલ ઇફેક્ટ એવી રીતે કરો જેથી તે વધું આકર્ષિત લાગે. આ ઉપરાંત તમારી વેબસાઇટ લિંક અને બને તો ફોન નંબર પણ વિડિયોમાં શેર કરો. આ વિડિયો તમે તમારી સોસિયલ મિડિયા સાઇટ પર અપલોડ કરી શકો છો. બને તો આ પ્રકારના વિડિયો રેગ્યુલર બનાવતા રહો જેથી તમારી પ્રોડ્ક્ટનું પ્રમોશન વિડિયો દ્વારા લોકો સુધી પહોંચશે.
- ન્યૂઝ લેટર દ્વારા પણ માર્કેટિંગ કરી શકાય… ઇમેલ ન્યુઝલેટર્સ દ્વારા તમે તમારા ગ્રાહક સાથે સતત સપર્કમાં રહીને તમારી દરેક પ્રોડ્ક્ટ અંગે અપડેટ આપી શકો છો. આ ઉપરાંત તમે તમારી પ્રોડ્ક્ટમાં શું નવીનતા કરી રહ્યાં છો તે પણ જણાવી શકો છો. ન્યુઝલેટરના માધ્યમ દ્વારા પણ ગ્રાહકને તમારી વેબસાઇટ સુધી પહોંચાડી શકાય છે.
- લિંકબેક્સ અને લિંક એક્સચેન્જ…. સૌથી છેલ્લે ઓનલાઇન માર્કેટિંગ ટીપ એ છે જેને બેક લિંકિંગ કહેવામાં આવે છે. જેમાં અન્ય કેટલી વેબસાઇટ તેની સાથે લિંક ધરાવે છે તેના આધાર પર સર્ચ એન્જિંગ રેન્કિંગ આપે છે. જેને ઇનબાઉન્ડ લિંક અથવા લિંકબેક કહેવામાં આવે છે. જેટલી વધારે વેબસાઇટ તમારી વેબસાઇટ સાથે લિંક થશે તેનો ફાયદો તમને એટલોજ વધારે મળશે.
આ સાથે તમે વિકિપિડિયા પર તમારું પેજ સેટ કરો જેના હોમ પેજ પર તમારી વેબસાઇટ લિંક રાખો. આ ઉપરાંત તમારા આર્ટિકલ્સની લિંક પણ તેમાં સેટ કરો.
આ મહત્વની ટીપ્સ દ્વારા તમે તમારી પ્રોડ્ક્ટને ખૂબ જ સરળતાથી સોસિયલ મિડીયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકો છો.