

ગરમીની સિઝનમાં શોર્ટ હેરસ્ટાઇલ સૌથી વધારે ટ્રેન્ડમાં રહે છે. કારણ કે ગરમીમાં પરસેવાના કારણે વાળની દેખભાલ કરવી થોડી મુશ્કિલ થઇ જાય છે. આ માટે આ ગરમીમાં જો શોર્ટ હેર સ્ટાઇલ કરાવવાનું વિચારતા હોય તો તમારા માટે કેટલીક ટ્રેન્ડી હેરસ્ટાઇલ કરાવજો જે ડિફરન્ટ લૂક આપશે.
પિક્સી હેરસ્ટાઇલ… આ હેરસ્ટાઇલમાં વાળની જાળવણી ખૂબ જ ઓછી કરવી પડે છે અને બોલ્ડનેસ લૂક આવે છે. પિક્સી કટમાં અનેક વિકલ્પો છે. જેમ કે શૈગી પિક્સી, કર્લી પિક્સી, લોન્ગ પિક્સી કટ, શોર્ટ શેવ્ડ પિક્સી કટ, સાઇડ સ્વેપ્ટ પિક્સી અને લેયર્સ પિક્સી કટ
બોબ હેરસ્ટાઇલ…. બોબ કટ ક્લાસિક હેરસ્ટાઇલ છે. આ હેર સ્ટાઇલની ખાસિયત એ છે કે તેને ચહેરાના આકાર પ્રમાણે સેટ કરી શકાય છે. જેમાં એંગલ બોબ, સ્ટ્રેટ બોબ, એસિમેટ્રિકલ બોબ, ફ્રેન્ચ બોબ, લેયર્સ બોબ, સાઇડ પાર્ટેડ બોબ, વેવી બોબ જેવા અનેક વિકલ્પ છે.
લોબ હેરસ્ટાઇલ…. આ ગરમીમાં ફેશનેબલ વાળ કપાવવાની ઇચ્છા રાખનાર દરેક વ્યક્તિ ટેલર સ્વિફ્ટના મુલેટ લોબ દ્વારા બ્લંટ બેંગ્સ હેરસ્ટાઇલ કરી શકે છે. આ સેલિબ્રીટી પ્રેરિત હેરસ્ટાઇલ છે.
ગુજરાતી બહેનો માત્ર ખાવા પીવામાં જ પોતાનો ડંકો વગાડે તેવું નથી. ગુજરાતીઓ તો પોતાના હાથ કારીગરી અને ક્રિએટીવીટીનો ડંકો દેશ દુનિયામાં વગાડી શકે છે.
Adding {{itemName}} to cart
Added {{itemName}} to cart